ચોક્કસ બાતમીના આધારે એલ સી બી પી એસ આઈ એ.ડી.મહંત અને ટીમે ઢોલાર માં રેડ કરી 21,220/- ના મુદ્દામાલ સાથે બે ને દબોચી લીધા.
રાજપીપલા:
નર્મદા જિલ્લા પોલીસ વડા એ દારૂ જુગાર નો ખાત્મો કરવા તેમની ટીમોને કડક સૂચના આપી હોય આજે નર્મદા એલ સી બી ના પી.એસ.આઈ.એ ડી મહંતને મળેલી બાતમીના આધારે એલ સી બી ની ટીમે ઢોલાર ગામે રેડ કરતા ત્યાં વરલી મટકા ના આંકડા લખતા ચતુર મગન વસાવા(રહે,રાજપીપલા,સિંધીવાડ) ઝડપી એની અંગ જડતીમાં રોકડા રૂપિયા 20,050/- અને મોબાઇલ 2 ની કિંમત 1000/- સાથે ઝડપી પડ્યો હતો સાથે ચંપક ભંગડ વસાવા ( ઢોલાર) પાસે રોકડા રૂપિયા 170/- સાથે ઝડપી કુલ રૂપિયા 21,220/- ના મુદ્દામાલ સાથે બંને ને પકડી આમલેથા પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






