ન્યુ દિલ્હી,
તા.૩/૪/૨૦૧૮
અનામત પર ફેલાઇ રહેલ અફવાઓ પાયાવિહોણી : ગૃહમંત્રી
ગૃહમંત્રી રાજનાથ સિંહે ભારત બંધ દરમ્યાન થયેલ દેશવ્યાપી હિંસા બાદ ગૃહમાં સરકારનો પક્ષ મૂકયો છે. એસસી-એસટી એક્ટ પર કેન્દ્ર સરકારનો પક્ષ મૂકતા રાજનાથ સિંહે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરૂદ્ધ તેમની સરકારે અંદાજે ૬ દિવસમાં જ રિવ્યુ પિટિશન દાખલ કરી દીધી. રાજનાથ સિંહે લોકોને શાંતિની અપીલ કરતાં આશ્વાસન આપ્યું કે તેમની સરકાર અનુસૂચિત જાતિ અને જનજાતિના હિતોની રક્ષા માટે તત્પર છે. રાજનાથ સિંહના સંબોધન દરમ્યાન વિપક્ષી દળોના સાંસદ વેલમાં હોબાળો કરતાં રહ્યાં.
એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મોદી સરકાર ઘેરાઇ છે. વિપક્ષે કેન્દ્ર પર કેસની પેરવી બરાબર નહીં કરવાનો આરોપ મૂકયો છે. તેના પર બેકફૂટ પર નજર આવી રહેલ સરકાર એકબાજુ રિવ્યુ પિટિશન દાખલ કરી રહી છે તો બીજીબાજુ ગૃહમાં સ્ટેન્ડ ક્લયર કરવું પડી કહ્યું છે. તેના સંદર્ભમાં રાજનાથ સિંહે આજે લોકસભામાં કહ્યું કે એનડીએ સરકારે એસસી-એસટી એક્ટને નબળો કર્યો નથી પરંતુ ૨૦૧૫ની સાલમાં તેમાં સંશોધન કરીને તેને વધુ મજબૂત બનાવ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે અનામત ખત્મને લઇ અફવાઓ ફેલાઇ રહી છે, જે સંપૂર્ણરીતે નિરાધાર છે. મંગળવારના રોજ લોકસભામાં બોલતા રાજનાથ સિંહે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરૂદ્ધ રોષ જાવા મળ્યો છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા.
ગૃહમંત્રીએ કહ્યું કે હું ગૃહને આશ્વસ્ત કરવા માંગું છું કે સંવિધાન દ્વારા આપવામાં આવેલા પ્રોટેકશન પ્રતિ સરકાર પ્રતિબદ્ધ છે. સરકારે એસસી-એસટી પ્રિવેંશન ઓફ એટ્રોસિટી એક્ટમાં કોઇ ડાઇલ્યુશન કર્યું નથી. રાજનાથ સિંહે કહ્યું કે સરકારે કાર્યભાર સંભાળતા જ તેની હાલની જાગવાઇનું અવલોકન કર્યું છે અને તેને મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે. ૨૦૧૫ની સાલમાં અમારી સરકારે સંશોધન કરીને આ એકટમાં નવી જાગવાઇ જાડી. પીડિતોને મળનાર રાહતની રકમને પણ વધારી દીધી.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે તેમની સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરૂદ્ધ રિવ્યુ પિટિશન દાખલ કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ એજીએ ત્વરિત સુનવણીની અપીલ કરી જેને સુપ્રીમ કોર્ટે આજે સ્વીકારી લીધી. રાજનાથ સિંહે કહ્યું કે ૨૦મી માર્ચ ૨૦૧૮ના રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણય આવ્યો. ૬ દિવસની અંદર સંપૂર્ણપણે તત્પરતા અને પ્રતિક્રિયાની સાથે સમસ્ત કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરી રિવ્યુ પિટિશન દાખલ કરી દેવાઇ.
રાજનાથ સિંહે કહ્યું કે આરક્ષણને લઇ જે પણ અફવાઓ ફેલાઇ રહી છે તે બેબુનિયાદ અને પાયાવિહોણી છે. તેમણે દેશભરમાં શાંતિની અપીલ કરી. તેમણે ગૃહને કહ્યું કે શાંતિ વ્યવસ્થા માટે રાજ્યોની એડવાઇઝરી પણ રજૂ કરી દેવાઇ છે. રાજ્યોને મદદ પણ ઉપલબ્ધ કરાઇ છે. તેમણે રાજકીય પાર્ટીઓને પણ શાંતિ વ્યવસ્થા બનાવી રાખવામાં મદદની અપીલ કરી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"