ભારતની એર સ્ટ્રાઇકથી બોલીવુડમાં લાગ્યા ‘જય હો’ના નારા

0
5

મુંબઈ,તા.૨૬
૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાન તરફથી આતંકી હુમલો થયો હતો. જેમા ૪૩ સીઆરપીએફ જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી જેશ-એ-મોહમ્મદે લીધી હતી. આ હુમલા બાદ દેશભરમાં લોકોમાં આક્રોશ જાવા મળી રહ્યો છે. સરકારથી પાકિસ્તાન વિરુદ્ધ એક મોટું એકશન લેવા અંગે માંગ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં હવે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. મંગળવારે વહેલી સવારે ૩.૩૦ વાગ્યે ભારતીય સેનાએ એલઓસી પાર કરીને પીઓકેમાં સ્ટ્રાઇક કરી. વાયુસેનાએ જેશ-એ-મોહમ્મદ અને અન્ય આતંકી સંગઠનોના લોન્ચ પેડ અને ઠેકાણા બરબાદ કર્યા છે.
ભારતીન આ જવાબી કાર્યવાહી બાદથી દેશભરમાં લોકો સરકારના આ પગલાના વખાણ કરી રહ્યા છે. બોલીવુડલ સેલેબ્સે પણ મોદી સરકારનું સમર્થન કર્યું છે.અભિનેતા અનુપમ ખેરે ટ્‌વીટ કરીને લખ્યું છે, ભારત માતા કી જય, જ્યારે બીજેપી સાંસદ અને અભિનેતા પરેશ રાવલે મોદી સરકારના વખાણ કર્યા છે. તેમને ટ્‌વીટ કરીને લખ્યું છે કે આભાર નરેન્દ્ર મોદી સર અને આપણી સેનાના બહાદુરોને. જય હો..
ફિલ્મ મેકર અશોક પંડિતે ટ્વિટ કરીને લખ્યુ કે હવનની શરૂઆત થઇ ચૂકી છે. ૨૬ ફેબ્રુઆરીએ ૩.૩૦ વાગ્યે મિરાજ ૨૦૦૦ ઇન્ડિયન ફાઇટરે એલઓસી પાર જઇને આતંકીઓના લોન્ચ પેડ પૂર્ણ રીતે બરબાદ કરી દીધા છે. પીઓકેમાં જે હુમલો થયો તે આપણું છે. જેથી અમે લાઇન ઓફ કંટ્રોલ પાર કરી નથી. ઈંવંદેમાતરમ.
અજય દેવગણે ટ્વિટમાં લખ્યું છે, શ્રેષ્ઠ સાથે બગાડશો તો, આવી જ મોત મળશે. સેલ્યૂટ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY