નવજોત સિદ્ધુ ફિલ્મસિટીમાં પ્રવેશી શકશે પણ શૂટિંગ નહી કરી શકે

0
14

મુંબઈ,તા.૨૬
પુલવાના હુમલા બાબત નવજોત સિદ્ધુની ટીપણીથી લોકો ઉશ્કેરાયા હતા અને નારાજ થયા હતા. આ હોબાળો જોતાં ફેડરેશન ઓફ વેસ્ટન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝે એક કડક નિર્ણય લીધો છે. જોકે એક વાત એવી ચર્ચાતી હતી કે, સિદ્ધુને ફિલ્મસિટિમાં પ્રવેશ પર રોક લગાવામાં આવી છે. પરંતુ અશોક પંડિતે આ વાતની સ્પષ્ટતા કરી છે.
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એલમપ્લોયીઝના વડા સલાહકાર અશોક પંડિતે જણાવ્યું હતુ કે, નવજાત સિદ્ધુને ફિલ્મ સિટીના પ્રવેશ પર રોક લગાવી છે, તે વાત સાવ ખોટી છે. તેના પ્રવેશ સામે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ જગ્યા સરકારની છે. તે તેમાં સ્વતંત્રતાથી પ્રવેશી શકે છે, હરીફરી શકે છે, તેમજ તેના મિત્રો સાથે ખાણી-પીણીનો આનંદ પણ ઉઠાવી શકે છે. ફક્ત તેને શૂટિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે કપિલ શર્મા સહિતના અન્ય શો સાથે શૂટિંગ આ સ્થાને કરી શકશે નહીં.
નવજાત સિદ્ધુ સામેના પગલા લેવાથી લોકોને માનસિક તાકાત મળે તે માટે તેના વિશે આવો સખત નિર્ણય લેવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY