મોલ-મલ્ટિપ્લેક્ષમાં સુરક્ષાની ઘોર નિષ્કાળજી, પોલીસકર્મીઓ ૨ લોડેડ પિસ્તોલ સાથે ઘૂસ્યા

0
7

વડોદરા,તા.૨૭
પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ રાજ્યભરમાં હાઇએલર્ટ વચ્ચે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરાના ૫ મોલ અને ૨ મલ્ટિપ્લેક્ષમાં ૨ લોડેડ પિસ્તોલ સાથે ઘૂસી ગઇ હતી. જોકે સિક્યુરિટીએ અટકાવ્યા ન હતા. જેથી વડોદરાના મોલ અને મલ્ટિપ્લેક્ષમાં સુરક્ષાની ઘોર નિષ્કાળજી સામે આવી હતી.
ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ મોલ, મલ્ટિપ્લેક્ષ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ વાઇટલ ઇન્સ્ટોલેશનની જગ્યાઓ, શહેરમાં પ્રવેશવાની તમામ ચેક પોસ્ટો, એક્ઝીટ પોઇન્ટ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમો પાસે ચેકિંગ હાથ ધરાવ્યું હતું. આ ઉપરાંત ડોગ સ્કવોર્ડ સાથે વિશેષ ચેકિંગ પણ કરાયું હતું.
મોલ-મલ્ટિપ્લેક્ષમાં સિક્યુરિટી ચેકિંગની વ્યવસ્થાની ચકાસણીનો ક્યાસ કાઢવા હથિયારોથી સજ્જ પોલીસ કર્મચારીઓને કોમન મેનની જેમ મોકલાયા હતાં. અલગ-અલગ ટીમો સેવનસીઝ મોલ, ઇનોર્બીટ મોલ, વડોદરા સેન્ટ્રલ, સેન્ટ્રલ સ્કવેર મોલ, ડી માર્ટ, આઇનોક્સ મલ્ટીપ્લેક્ષ અને ટ્રાન્સક્યુબ મોલ પીવીઆર મલ્ટિપ્લેક્ષમાં લોડેડે બે પિસ્તોલ સાથે બિન્દાસ્ત જતા રહેતા સિક્યુરિટીની નિષ્કાળજી છતી થઇ હતી. ઇન ઓર્બીટ મોલના ગેટ પર જ હાજર સિક્યુરિટીએ તેમનું ચેકિંગ કર્યું હતું, મોબાઇલ મૂકાવી દીધો હતો, મેટલ ડીટેક્ટરમાં બીપનો અવાજ આવતો હતો. છતાં સિક્યુરિટીએ ચેકિંગ કરવાની તસ્દી લીધી ન હતી, જ્યારે સેવનસીઝ મોલમાં હાથમાં માવો ઘસતા જઇ રહેલા પોલીસ કર્મીને સિક્યુરીટીએ તપાસ્યા બાદ માવા બાબતે સલાહ આપી હતી, પણ શર્ટમાં છૂપાવી રાખેલી પિસ્તોલને તપાસી ન હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY