પાક.ની નાપાક હરકતઃ યુદ્ધ વિમાનોએ પૂંછમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો

0
8

ન્યુ દિલ્હી,તા.૨૮
રત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવો માહોલ છે. બંને દેશો રીતસરના સામ સામે છે. આ સ્થિતિમાં પણ પાકિસ્તાન તેના અટકચાળા કરવાનું બંધ નથી કરતું. ગઈ કાલે ભારતે એક હ્લ-૧૬ તોડી પાડ્યું હોવા છતાંયે આજે બીજા દિવસે પણ પાકિસ્તાની યુદ્ધ વિમાનોએ ફરી એકવાર ભારતીય વાયુ સરહદમાં ઘુસવાનું દુસ્સાહસ કર્યું છે.
પાકિસ્તાનના યુદ્ધ વિમાનોએ આજે સતત બીજા દિવસે LoC નજીક જમ્મૂ-કાશ્મીરના પુંછના મેંદરમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જાકે ભારતીય વાયુસેનાએ સક્રિયતા દાખવતા તેની પાછા ખદેડી મુકિયા હતાં. આ જેટની સંખ્યા ૨ હોવાનું કહેવાય છે.
મંગળવારે મોડી રાત્રે ભારતે કરેલી કાર્યવાહી બાદ બુધવારે પાકિસ્તાની એરફોર્સે ભારતીય સૈન્ય ચોકીઓને નિશાન બનાવતા ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી હતી. પાકિસ્તાને તેના ૩ યુદ્ધ વિમાનો ભારતીય સરહદમાં મોકલ્યા હતા. જેમાં તેના એક હ્લ-૧૬ને તોડી પાડવામાં આવ્યું હતું. ભારતીય એરફોર્સ તરફથી જમ્મુ-કાશ્મીરના રાજારીમાં પાકિસ્તાનનું એક હ્લ-૧૬ લડાકૂ વિમાન તોડી પાડ્યું હતું. જેનો જવાબ આપતા ભારતીય યુદ્ધ વિમાન પણ ક્ષતીગ્રસ્ત્ત બન્યું હતું. અને ભારતનો એક પાયલટ પાકિસ્તાનના કબજામાં છે.
આ વિવાદ હજી ઉકેલાયો પણ નથી ત્યાં પાકિસ્તાને વધુ એક ઉશ્કેરણીજનક હરકત કરી હોવાનું સામે આવ્યું છે. અહેવાલ અનુંસાર પાકિસ્તાનના યુદ્ધ વિમાનોને કૃષ્ણા ઘાટીમાં પડતા જમ્મૂના પૂંછ સેક્ટરમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય વાયુસેનાએ તેને તુરંત જ પાછા ધકેલી દીધા હતાં. જાકે હજી સુધી આ બાબતની સતાવાર જાણકારી આપવામાં આવી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY