પીઓકેમાં ભીડ મારતી રહી, છતાં અભિનંદને નિશસ્ત્ર લોકો પર ન કર્યુ ફાયરિંગ

0
6

ન્યુ દિલ્હી,તા.૨૮
ભારતીય સીમામાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના હ્લ૧૬ વિમાનને નિશાન બનાવ્યાં બાદ વિંગ કમાન્ડર અભિનંદર વર્ધમાનનું મિગ-૨૧ બુધવારે ક્રેશ થઇ ગયું. તેણે પેરાશૂટ દ્વારા ઇજેક્ટ થવું પડ્યું. તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પડ્યો. ત્યાં પહોંચ્યા બાદ અભિનંદનને અહેસાસ થયો કે તે પીઓકેમાં છે.
અભિનંદન પેરાશૂટમાંથી કૂદીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવી પહોંચ્યો. ત્યાં તે એક નાનકડા તળાવમાં પડ્યો. પાસેના ગામમાં રહેતાં એક શખ્સે હલચલ સાંભળીને આસપાસના લોકોને એકઠા કર્યા અને ઘટનાના સ્થળે પહોંચ્યા.
વિંગ કમાન્ડર અભિનંદને આ શખ્સને પૂછ્યું કે આ ગામ પાકિસ્તાનમાં છે કે ભારતમાં? તેના જવાબમાં શખ્સે કહ્યું કે આ ભારત છે. અભિનંદને હકીકત જાણવા માટે દેશભકિતના નારા લગાવ્યા. તે પછી તેણે પૂછ્‌. કે આ ભારતનો કયો વિસ્તાર છે. તેના જવાબમાં શખ્સે કહ્યું કે આ કિલાન વિસ્તાર છે. ત્યારે વિંગ કમાંડર અભિનંદને કહ્યું કે તેની પીઠમાં ઇજા થઇ છે અને તેને પાણી જાઇએ છે. ત્યારે એક યુવકે પાકિસ્તાન આર્મી જિંદાબાદના નારા લગાવવાનું શરૂ કર્યુ. ત્યારે અભિનંદન સમજી ગયો કે તે પીઓકેમાં છે. જ્યારે લોકોએ તેના પર પત્થર ફેંકવાનું શરૂ કર્યુ તો અભિનંદને પોતાની રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કર્યુ.
તે બાદ અભિનંદન ભારતીય સીમા તરફ અડધો કિલોમીટર જેટલું દોડ્યો. પરંતુ ભીડ તેની પાછળ જ હતી. તે ઇચ્છતો હતો કે ભીડ તેનો પીછો ન કરો પરંતુ ભીડે તેનો પીછો કરીને તેના પર સતત પત્થરમારો કર્યો. તેણે એક-બે વાર હવામાં ફાયરિંગ કર્યુ. તે છતાં પણ ભીડ તેની પાછળ જ હતી. અભિનંદને એક નાનકડા તળાવમાં કેટલાંક દસ્તાવેજ અને નક્શા ડૂબાડી દીધાં. કેટલાંક કાગળ તે ખાઇ ગયો જેથી દુશ્મનોને તેની કોઇ રણનીતી વિશે જાણ ન થાય.
પીઓકેના લોકો ઇચ્છતા હતાં કે અભિનંદન હવામાં ફાયરિંગ કરવાનું બંધ કરી દે અને પોતાની રિવોલ્વર ફેંકી દે પરંતુ અભિનંદને આમ ન કર્યુ. ત્યારે એક યુવકે તેના પગ પર પત્થર માર્યો જેના કારણે તે ઘાયલ થઇ ગયો. તેને ઘાયલ થયેલો જાઇને લોકો તેને મારવા લાગ્યાં પરંતુ તેમ છતાં વિંગ કમાન્ડરે નિશસ્ત્ર ભીડ પર ગોળી ન ચલાવી. થોડીવારમાં પાકિસ્તાની સેનાના ઓફિસર ત્યાં આવ્યાં અને વિંગ કમાન્ડર અભિનંદનને હિરાસતમાં લઇ લીધો. તેને પાકિસ્તાની સેનાના ભિમ્બેર સ્થીત યુનિટમાં લઇ જવામાં આવ્યો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY