કાઠમાંડૂ,તા.૧૮
નેપાળે પોતાનો પ્રથમ ઉપગ્રહ નેપાળીસેટ-૧ સફળતાપૂર્વક લાન્ચ કર્યો છે. આ ઉપગ્રહ નેપાળના સમયાનુસાર ગુરૂવારે રાત્રે ૨.૩૧ વાગ્યે અમેરિકાના વર્જિનિયાથી અંતરિક્ષમાં છોડવામાં આવ્યો. તેનું વજન માત્ર ૧.૩ કિગ્રા છે અને કિંમત બે કરોડ રૂપિયા છે. આ ઉપગ્રહ દેશની ભૌગોલિક તસવીરો એકત્ર કરશે. તેને નેપાળી વૈજ્ઞાનિક આભાસ મસ્કે અને હરિરામ શ્રેષ્ઠે બડ્ર્સ પ્રોજેક્ટ હેઠળ બનાવ્યો છે.
આભાસ અને હરિરામ જાપાનના કાયસૂ ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ છે. વડાપ્રધાન કેપીએસ ઓલીએ કહ્યુ કે, દેશ માટે આ અભૂતપૂર્વ ગૌરવની ક્ષણ છે. આ ઉપગ્રહ પર નેપાળનો રાષ્ટ્રીય ધ્વજ, નેપાળ એકેડમી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (NAOSAT)નો લોગો, વૈજ્ઞાનિક આભાસ અને હરિરામના નામ છે.
અંતરિક્ષમાં પહેલીવાર પોતાનો ઉપગ્રહ છોડતા અગાઉ નેપાળના લોકોમાં ખુશી અને ઉત્સાહ જાવા મળ્યો. સુરેશ કુમારનું કહેવું છે કે, બડ્ર્સ પ્રોજેક્ટ સંયુક્ત રાષ્ટ્રની મહત્વકાંક્ષી યોજના છે. જે હેઠળ એવા દેશોની સહાયતા કરવામાં આવે છે, જે અત્યાર સુધી પોતાનો ઉપગ્રહ અંતરિક્ષમાં લાન્ચ નથી કરી શકિયા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




