હવે આધારના બદલે આપી શકાશે વર્ચ્યુઅલ આઇડી, જાણો આ રીતે જનરેટ કરી શકાશે વર્ચ્યુઅલ આઈડી.

0
60

આધાર ઑથોરિટી યૂઆઇડીએઆઇએ વર્ચ્યુઅલ આઇડીની એક નવી સુવિધા શરૂ કરી દીધા છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે તમારો આધાર નંબર શેર કરવો નહી પડે. તમે હવે આધાર નંબરના સ્થાને તમારુ વર્ચ્યુઅલ આઇડી આપી શકશો. આધાર ડેટાની સુરક્ષાને લઇને આધાર ઓથોરિટી યુઆઇડીએઆઇએ પૂરતી વ્યવસ્થા કરી લીધી છે. તમારે જ્યાં પણ આધારની વિગતો આપવી પડે ત્યાં તમે હવે તમારુ વર્ચુઅલ આઇડી આપી શકશો.

આ રીતે તમારો આધાર નંબર અને અન્ય ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. વર્ચુઅલ આઇડીની સુવિધા 1 માર્ચથી મળવાની શરૂઆત થઇ ગઇ છે. જો કે 1 જૂનથી તમામ એજન્સીઓએ ફરજિયાતપણે વર્ચુઅલ આઇડી સ્વીકાર કરવું પડશે. અમે તમને જણાવીએ કે વર્ચુઅલ આઇડી કેવી રીતે કામ કરશે અને તમે કેવી રીતે જાતે જ વર્ચુઅલ આઇડી જનરેટ કરી શકશો.

વર્ચુઅલ આઇડી આધાર નંબરની જેમ જ આંકડાઓનો એક સમૂહ છે. આધાર નંબર 12 આંકડાઓનો હોય છે તો વર્ચુઅલ આઇડી 16 અંકોનો હોય છે.

વર્ચુઅલ આઇડી તમે અનેક વખત જનરેટ કરી શકો છો. આ આઇડી ફક્ત મર્યાદિત સમય માટે માન્ય ગણાશે. તેની મદદથી આ આઇડીનો દુરુપયોગ થવાની શક્યતા નહિવત છે.

વર્ચુઅલ આઇડીને તમે જાતે જ જનરેટ કરી શકશો. આ માટે તમારે યુઆઇડીએઆઇની વેબસાઇટ પર જવું પડશે. અહીં એક નવું ટેબ આવી શકે ચે, જેના દ્વારા તમે દરેક કામ માટે એક નવું વર્ચુઅલ આઇડી જનરેટ કરી શકશો.

વર્ચુઅલ આઇડી જનરેટ કર્યા બાદ તમારે જ્યાં પણ તમારી આધારની વિગતો આપવાની હશે, ત્યાં તમારે આ આઇડી આપવાનો રહેશે. તમે આ આઇડી સામેની વ્યક્તિને આપશો તો તે આ આઇડીની મદદથી તમારા આધાર સાથે સંબંધિત કાર્ય કરી શકશે.

વર્ચુઅલ આઇડી દ્વારા એજન્સિઓને તમારા આધારની સંપૂર્ણ વિગતો નથી મળતી. તેની મદદથી તે ફક્ત એટલી જ વિગતો જોઇ શકશે અથવા મેળવી શકશે, જેટલી તેમના માટે જરૂરી છે.

વર્ચુઅલ આઇડીની વ્યવસ્થા આવ્યા બાદ દરેક એજન્સી આધાર વેરિફિકેશનના કામને સરળતાથી કરી શકશે.

યૂઆઇડીએઆઇ તમામ એજન્સીઓને બે શ્રેણીઓમાં વહેચી દેશે. તેમાં એક સ્થાનિક અને બીજી વૈશ્વિક શ્રેણી હશે. તેમાંથી ફક્ત વૈશ્વિક એજન્સીઓને આધાર નંબરની સાથે કેવાયસીની એક્સેસ મળશે. તેવામાં બીજી બાજુ સ્થાનિક એજન્સીઓને મર્યાદિત કેવાયસીની સુવિધા મળશે.

જણાવવામાં આવી રહ્યું છે કે યૂઆઇડીએઆઇ દરેક આધાર નંબર માટે એક ટોકન બહાર પાડશે. આ ટોકનના આધારે જ એજન્સીઓ આધાર ડિટેઇલને વેરિફાય કરી શકશે. આ ટોકન નંબર દરેક આધાર માટે અલગ હશે. આ ટોકન સ્થાનિક એજન્સીઓને આપવામાં આવશે.

આધાર ઓથોરિટી તરફથી આ પગલું તે ઘટના પછી લેવામાં આવ્યું છે, જેમાં આધાર સાથે સંબંધિત માહિતી લીક થઇ હોવાની વાત સામે આવી હતી.

સાભાર શ્રી હરીશ પરમાર
ભરૂચ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY