ગરુડેશ્વરના બારખાડીમાં ડાયરિયામાં આઠ મહિનાના એક બાળકનું મોત…!

0
27

રોગ નિયંત્રણ અધિકારીએ જંગ એ ગુજરાત  માં અહેવાલ આવ્યા બાદ મોં ખોલ્યું એમાં પણ અમારા પ્રતિનિધિને ખોટો સાબિત કરવા પ્રયાસ…?!

રાજપીપલા:
નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર પાસેના બારખાડી ગામમાં છેલ્લા એક અઠવાડિયા જેવા સમય માં સાતેક બાળકો ને ઝાડા ઉલ્ટી થવા ની ફરિયાદ ઉઠતા નજીકના સરકારી દવાખાને કે રાજપીપલા સિવિલ ખાતે સારવાર લીધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું ત્યારે આ બાબતની ખરાઈ કરવા રોગ નિયંત્રણ અધિકારી ર્ડો.કશ્યપ નો સંપર્ક કરતા તેમને જણાવ્યું કે હું ત્યાં ગામમાંજ જઇ રહ્યો છુ બાદ માં જણાવું છુ ત્યારબાદ સાંજે અમારા પ્રતિનિધિએ ફોન કરતા એમ જણાવ્યું કે ફક્ત આઠ મહિનાના એક બાળકને તકલીફ હતી ત્યારે આ બાબતે રાજપીપલા સિવિલના આર.એમ.ઓ.ર્ડો.કોઠારી તેમજ બાળકોના ડોક્ટર ર્ડો.શ્રેયસ શાહ ને પૂછતાં છેલ્લા એક અઠવાડિયામાં દસેક નાના બાળકો બારખાડીના અહીં સારવાર માટે આવ્યા છે અને હજુ ચાલુજ છે એમ જણાવ્યું હતું ત્યારે સાચું કોણ…? એ બાબતે જંગ એ ગુજરાત એ રોગ નિયંત્રણ અધિકારી કેમ ગપગોળા ચલાવે છે એવો અહેવાલ પ્રસિદ્ધ કર્યો ત્યારબાદ આ અહેવાલ થી ઉપર લેવલે શું થયું એ ખબર પડે એ પહેલાજ ર્ડો.કશ્યપે અમારા રાજપીપલા પ્રતિનિધિ ને ફોન કરી ફેરવી તોડ્યું કે મેં એક બાળકનું મોત થયું એમ કહ્યું હતું તમારી સમજવામાં ભૂલ છે ત્યારે અમારા પ્રતિનિધિએ સ્પષ્ટ જણાવ્યું કે સાહેબ આપ શું બોલ્યા હતા એ રેકોર્ડિંગ છે મારી પાસે સાંભળવું છે…? અને જો નાના બાળકનું મોત થયું એમ કહ્યું હોત તો એ ગંભીર ઘટના કહેવાય તો મેટર ખુબ મોટી બની હોત ત્યારે ર્ડો.કશ્યપ રેકોર્ડિંગ ની વાત સાંભળતાજ તમે સાચા એમ કહી ફોન કાપી નાખ્યો હતો.

ર્ડો.કશ્યપ અગાઉ પણ ઘણી વાર આવી બાબતોમાં વિવાદમાં આવ્યા છે ત્યારે એક જવાબદાર અધિકારી હોવા છતાં પત્રકારો થી આંકડા છુપાવવાનો શું મતલબ છે…? શું જિલ્લા માં આરોગ્ય વિભાગ થકી યોગ્ય કામગીરી થતી નથી..? કે પછી કારણ કઈ બીજું જ છે…?

જોકે આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.કે.પી.પટેલ સાથે વાત કરતા એમને ખુલ્લા મને વાત કરી કે આ બાબતે ર્ડો.કશ્યપ પાસે લેખિત માં લઈ તમને જાણ કરું કે બારખાડી ની સત્ય હકીકત શું છે બાળક નું મોત છે કે નહીં એ જાણી તમને જાણ કરીશ.
રાજપીપલા સિવિલ માં તપાસ કરતા જાણવા મળ્યું કે ગત પહેલી એપ્રિલે બારખાડી ના રોહિત ભરત વસાવા (ઉંમર 8 મહિના ) ને દાખલ કર્યો હતો જેનું બીજે દિવસે મોત તહસ્યુ હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY