ન્યુ દિલ્હી,તા.૯
દિલ્હી-એનસીઆરમાં સોમવારે સવારે વરસાદે મોસમનો મિજાજ બદલ્યો હતો. દિલ્હીના અનેક વિસ્તારોમાં મોસમનો મિજાજ બદલાયો છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં તેજ તોફાન સાથે વરસાદ આવ્યો હતો. જેને કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી. જાકે, અચાનક મોસમમાં બદલાવ આવવાને કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદને કારણે દિલ્હીથી ગુડગાંવ જવાના રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો. આ સાથે જ મુનિરકામાં ટ્રાફિકની સમસ્યાથી લોકોને ઝઝૂમવુ પડ્યું હતું. વરસાદને કારણે લોકોને ગરમીમાં તો મોટી રાહત થઈ હતી અને તાપમાન પણ નીચે આવ્યું હતું.
રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ વાદળો મંડરાવા લાગ્યા હતા. હળવા વરસાદને વચ્ચે વાતાવરણ સોહામણું બન્યું હતું. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, હરિયાણાના જિંદ, ભિવાની, રોહતક, પાણીપત, કરનાલ, ગોહાનામાં ધૂળભરી હવાઓની સાથે વરસાદ નોંધાયો છે. આ સાથે જ હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારાની વચ્ચે હળવા વરસાદનો સિલસિલો શરૂ થઈ ગયો છે. મોસમના પૂર્વ અનુમાન મુજબ, આ પ્રકારનું મોસમ ૧૦ એપ્રિલ સુધી બની રહેશે.
મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પશ્ચિમ ભારતમાં મોસમમાં થયેલા બદલવાની પાછળ સૌથી મોટું કારણ એ છે કે, હાલ એક નબળા વેસ્ટર્ન ડિસ્ટરબન્સ વિસ્તારમાં હાજર છે અને આ સાથે જ ઉત્તર ભારતમાં બંગાળની ખાડીમાંથી આવતી નરમ હવાઓ પહેલેથી જ આવી હતી. આ બંને વચ્ચે ટકરાવનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. આ વેધર એÂક્ટવિટી ૧૦ એપ્રિલના રાત સુધી ચાલશે. આ કારણે ઉત્તર ભારતના તમામ વિસ્તારોમાં ચઢેલું તાપમાન નીચે ઉતરી આવ્યુ છે, હવામાં નરમાશ આવી છે. જેથી ધૂશની સાથે વરસાદનો સિલસિલો હજી પણ ચાલુ છે. મોસમ વિભાગનું કહેવું છે કે, આ વેધર સિસ્ટમ હિમાલયની તળેટીવાળા વિસ્તારમાં મધ્યમ લેવલનો વરસાદ લાવી શકે છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"