એક નવી શોધમાં દાવો કરાયો,મોરક્કોના એક અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ બ્રિટન ક્વિન્ એલિઝાબેથ ઈસ્લામના સંસ્થાપક મોહમ્મદ પેગંબરના વંશજ છે

0
55

લંડન,તા.૯
એક નવી શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટેનની ક્વીન એલિઝાબેથ ઈસ્લામના સંસ્થાપક મોહમ્મદ પેગંબરના વંશજ છે. માર્ચ મહિનામાં મોરક્કોના એક અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ મહારાણી એલિઝાબેથ એક સમયે સ્પેનમાં રાજ કરનારા અરબી બાદશાહોની વંશજ છે અને તેથી જ મોહમ્મદ પેગંબરની વંશજ થયા.
મોરક્કોના અરબી અખબાર અલ-ઔસબા દ્વારા પ્રકાશિત એક રિપોર્ટમાં મહારાણી એલિઝાબેથની દીકરી વિશે દાવો કરવામાં આવ્યો છે કે તેઓ ફાતિમાની ૪૩મી પેઢી સાથે સંબંધ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, આ વિશે પહેલો રિપોર્ટ વર્ષ ૧૯૮૬માં હેરાલ્ડ બી બ્રુક્સ બેકર નામની વંશાવલી એક્સપર્ટે રજૂ કર્યો હતો.
આ રિપોર્ટના લખનારા લેખક અબ્દલ હામિદ અલ-અવનીએ દાવો કર્યો છે કે એલિઝાબેથ દ્વિતીય દુનિયાની સૌથી લાંબી વિરાસત ધરાવતી રાણી માનવામાં આવી શકે છે. રિપોર્ટમાં લેખકે એમ પણ દાવો કર્યો છે કે એલિઝાબેથ મોરક્કોના બાદશાહ મોહમ્મદ ચતુર્થ અને જાર્ડનના બાદશાહ અબ્દુલ્લા દ્વિતીયની સંબંધી છે.
અખબાર મુજબ, ૧૧મી સદીમાં સેવિલેના શાસક અબુ-અલ-કાસિમ મોહમ્મદ-બિન-અબ્બાદ મોહમ્મદ પેગંબરની દીકરી ફાતિમાના વંશજ હતા. કાસિમ વર્ષ ૧૦૨૩માં અલ-એંડુલુસના સેવિલના શાસક બન્યા હતા.
કાસિમની એક દીકરી જાયદા હતી. અબ્બાસી સલ્તનત પર અલ્મોરાવિદ શાસકોના હુમલા સમયે જાયદા ભાગીને સ્પેન ચાલી ગઈ હતી.
સ્પેનમાં જ જાયદાએ પોતાનું નામ બદલીને ઈજાબેલ રાખી લીધું અને રોમન કેથોલિક ધર્મ અપનાવી લીધો હતો. જાયદાએ સ્પેનના રાજા અલફાંસા ષષ્ટમ સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ તેમને એક દીકરી જન્મી જેનું નામ સાંચા રાખવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY