અલીગઢના ભાજપ સાંસદ સતીશ ગૌતમનું નિવેદન
આગ્રા,તા.૨૮
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(એએમયુ)ના નામ બદલવાની માંગ ફરી તેજ થઇ છે. અલીગઢના ભાજપના સાંસદ સતીશ ગૌતમે જણાવ્યું હતું કે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મુસ્લિમ શબ્દને કારણે અનેક લોકો અસહજતા અનુભવે છે, તેથી લગભગ એક સદી જૂની આ યુનિવર્સિટીનું નામ બદલી નાખવું જાઇએ. તેમણે સૂચવ્યું કે, તેને અલીગઢ યુનિવર્સિટી નામ આપવું યોગ્ય રહેશે.
તેમણે જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે, શું કાશી વિશ્વવિદ્યાલયનું નામ પણ બદલી નાખવું જાઇએ. આ વાત પર ગૌતમે જણાવ્યું હતું કે, આ હિન્દુ રાષ્ટ્ર છે અને બીએચયુથી હિન્દુ શબ્દ હટાવવાનો કોઇ પ્રશ્ન જ ઉભો થતો નથી. નોંધનીય છે કે, ગૌતમ હંમેશા એએમયુ અંગે નિવેદન આપતા રહે છે. તેમણે એએમયુમાં લગાવવામાં આવેલા જિન્નાના ફોટા હટાવવાની પણ માંગ કરી હતી.
તેઓ એએમયુને આતંકવાદીઓની પાઠશાળા પણ ગણાવી ચૂક્્યા છે. ગૌતમે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના પ્રતિનિધિ હોવાને લીધે આ મારી ફરજ છે કે જ્યારે કોઇ વસ્તુ ખોટી હોય તો તેના વિરુદ્ધ અવાજ ઉઠાવો. જે મુદ્દા રાષ્ટ્ર સાથે જાડાયેલા છે તે મુદ્દા પર હું કયોરેય શાંત રહીશ નહી. હું એ માનસિકતાની વિરુદ્ધ છું જે ત્યાં છે. હું યુનિવર્સિટીની વિરુદ્ધ નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




