ડાંગ જિલ્લામાં ગામે ગામ પાણી સમિતિઓને કાર્યરત કરાશે

0
3

દર સપ્તાહે પાણી સમિતિની બેઠકમાં જિલ્લાની પરિસ્થિતિનું કરાશે આકલન
આહવા, તા.૧
ડાંગ જિલ્લાના તમામે તમામ ૩૧૧ ગામોમાં પીવાના પાણીની સમસ્યા ન ઉદ્ભવે તે માટે જિલ્લા પ્રશાસન આગોતરા આયોજન સાથે સજ્જ છે, ત્યારે સંબંધિત તમામ વિભાગોને પરસ્પર સહયોગ સાથે તેની કામગીરી હાથ ધરવાની સૂચના ડાંગ કલેક્ટર શ્રી એન.કે.ડામોરે આપી છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે પ્રજાને હાડમારીનો સામનો ન કરવો પડે તે માટે સાવચેતીના તમામ પગલાઓ સાથે, જા કોઇ ઇસમ દ્વારા ગેરકાયદેસર રીતે સાર્વજનિક બોર/હેન્ડપંપ કે પાણીની લાઇનો ઉપર મોટર ગોઠવીને પાણી મેળવાતુ હશે તો તેવા ઇસમો સામે સખ્ત કાર્યવાહીના નિર્દેશ આપતા કલેક્ટર શ્રી ડામોરે જિલ્લાના સંભવિત સમસ્યાવાળા ૩૭ ગામોમાં આ વર્ષે અલાયદુ આયોજન કરીને પણ પાણી પુરૂ પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા, પ્રવેશ દ્વાર વઘઇ તથા ગિરિમથક સાપુતારા ખાતે ઉપલબ્ધ પાણીના જથ્થા સામે થઇ રહેલા વપરાશને ધ્યાને લઇને, પાછોતરા ઉનાળામાં પાણીની ખેîચ ન સર્જાય તેવુ સૂચારૂ આયોજન ગોઠવવાની તાકિદ કરતા કલેક્ટર શ્રી એન.કે.ડામોરે સાપુતારાના નવા અને જુના તળાવમાં ઉપલબ્ધ પાણી પુરવઠાની પણ સમીક્ષા હાથ ધરી હતી. દર સપ્તાહે પાણી સમિતિની બેઠક યોજીને જિલ્લાની પાણીની પરિસ્થિતિનું આકલન કરાશે તેમ જણાવતા કલેક્ટર શ્રી ડામોરે જિલ્લામાં અછત રાહતના કામો વધારીને વિપૂલ માત્રામાં રોજગારીનું સર્જન થાય તેવા પ્રયાસો હાથ ધરવા પણ અનુરોધ કર્યો હતો.
ડાંગ કલેક્ટોરટ ખાતે આયોજિત પાણી સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા સહિત નાયબ વન સંરક્ષક (ઉ) શ્રી અગિન્શ્વર વ્યાસ, જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો. બેઠકનું સંચાલન વાસ્મોના યુનિટ મેનેજર શ્રી હેમંત ઢીમ્મરે કર્યું હતું. પાણી પુરવઠા તથા સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરો સર્વશ્રી સી.એન.પટેલ અને બી.બી.પટેલે જિલ્લાની પાણીની સ્થિતિથી કલેક્ટરશ્રીને વાકેફ કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY