કતારગામમાં પાડોશી યુવક દ્વારા દસ અને છ વર્ષની બે બાળકીઓ સાથે દુષ્કૃત્ય

0
11

યુવકે ૧૦ વર્ષની છોકરીને મોબાઈલમાં અશ્લીલ ફિલ્મ દેખાડી બળાત્કાર ગુજાર્યો : છ વર્ષની છોકરી સાથે શારીરિક કુચેષ્ટા કરી
સુરત, તા.૧
કતારગામ કુબેરનગર ખાતે છેલ્લા બે મહિનાથી પાડોશીની બે સગીર દિકરીઓને મોબાઈલમાં અશ્લીલ ફોટા અને ફિલ્મ બતાવી ગતરોજ બળાત્કાર તેમજ શારીરિક છેડછાડ કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે.
બનાવની વિગત એવી છે કે, કતારગામ કુબેરનગર વિભાગ ત્રીજા માળે એ/૧૩૬માં રહેતો ૨૪ વર્ષીય શિવશંકર ઉર્ફે શિવા છેલ્લા ત્રણેક મહિનાથી પાડોશીમાં રહેતી બે સગીર દિકરીઓને રમાડવાના બહાને પોતાના રૂમમાં લઈ જતો હતો. છ વર્ષની દિકરી અને ૧૦ વર્ષની દિકરીને મોબાઈલમાં શિવશંકર અશ્લીલ ફોટા અને ફિલ્મ બતાવતો હતો. ગતરોજ શિવશંકર બન્ને છોકરીઓને રમાડવાના બહાને પોતાના રૂમમાં લઈ ગયો હતો. બન્ને છોકરીઓનો હાથ પકડીને પાછા ઘરે મુકવા આવતો હતો. ત્યારે છોકરીની માતાને સામે જાઈને શિવશંકર ગભરાઈને નાસી છુટ્યો હતો. આ મહિલાની છ વર્ષની દિકરી તેમજ આ મહિલાના ભાઈની ૧૦ વર્ષની દિકરીને શિવશંકરે પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. મહિલા દ્વારા બન્ને બાળકીઓની પૂછપરછ કરતા શિવશંકર દ્વારા ૧૦ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાનું અને છ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે મહિલા દ્વારા કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. શિવશંકર ઉર્ફે શિવા ઉ.વ.૨૪ની સામે બળાત્કાર તેમજ પોસ્કોની ફરિયાદ નોધી પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY