સુરતના નોડલ પોસ્ટ આસીસ્ટંટ ભાવનાબેન દેસાઈ સેવાનિવૃત્ત

0
3

નિવૃત્તિ પ્રસંગે નિષ્ઠાપૂર્વકની દીર્ધ સેવા અંગે ભાવનાબેન દેસાઈનું સન્માન
સુરત, તા.૧
એસ.વી.આર. કોલેજ પોસ્ટ ઓફિસ, ઈચ્છાનાથ, સુરતના પોસ્ટલ આસીસ્ટંટ ભાવનાબેન હિતેશભાઈ દેસાઈ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તા.૨૭-૪-૨૦૧૯ના રોજ સબ પોસટ માસ્તર મહેશભાઈ બાંડીવાલાના પ્રમુખ સ્થાને નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. તેમણે ભાવનાબેનને પ્રતિક ભેટ, પુષ્પગુચ્છ, સાકર, શ્રીફળ આપી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ભરતભાઈ દેસાઈ, ઈરશાદભાઈ શેખ, પ્રવિણભાઈ પટેલ, ચંદુભાઈ આર. વાઘેલા, ભગુભાઈ સોલંકી અને પ્રજ્ઞાïબેન નાયકે બેનની કાર્યશૈલી સમય પાલન નિરામય દીર્ઘ જીવન તંદુરસ્તીમય વિતે તેવી પ્રભુ પ્રાર્થના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે હિતેશભાઈ વિશ્વા, મીહિરકુમાર, નિશાંતકુમાર, ઉન્ïનતીએ પણ અન્ય પોસ્ટ અોફિસના કર્મચારીગણ સાથે બહુમાન કર્યું હતું. ભાવનાબેને સન્માન બદલ આભાર માન્યો હતો. સુરત ડિવીઝનના પોસ્ટલ વડા માનનીય મેડમે, પરમાર સાહેબ અને રાઠોડ સાહેબે પણ શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભગુભાઈ સોલંકીએ કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY