મતદાર યાદી સંદર્ભે આહવા ખાતે યોજાઇ પ્રેસ કોન્ફરન્સ
આહવા, તા.૧
ડાંગ જિલ્લામાં ચાલી રહેલી ચૂંટણીલક્ષી કામગીરીની વિગતો આપતા ડાંગના જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બી.કે.કુમારે ખાસ કરીને મીડિયાકર્મીઓના માધ્યમથી જિલ્લામાં એક પણ લાયક મતદાર નામ નોંધાવવામાંથી બાકાત ન રહી જાય તે માટે અનુરોધ કર્યો હતો.
મતદાર યાદીના સુધારા વધારાની ચાલી રહેલી કામગીરી સહિત દરેક મતદાર તેના નામની ખરાઇ કરવા સહિતની વિગતો માટે ચૂંટણી તંત્ર દ્વારા જારી કરાયેલા હેલ્પલાઇન નંબર : ૧૯૫૦નો લાભ લે તે પણ ખૂબ જ જરૂરી છે તેમ જણાવતા શ્રી કુમારે, ડાંગ જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત જનસેવા કેન્દ્ર ઉપર વીવીપેટ નિદર્શનના ચાલી રહેલા કાર્યક્રમનો પણ સૌને લાભ મળે તેવા પ્રયાસો હાથ ધરવા અપીલ કરી હતી.
વોટર વેરિફિકેશન ઍન્ડ ઇન્ફોર્મેશન પ્રોગ્રામનો ખ્યાલ આપતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બી.કે.કુમારે ડાંગ જિલ્લામાં આવેલા ૩૩૫ જેટલા મતદાન મથકો સહિત ગત વેળાની ચૂંટણી કરતા ૪,૧૪૭ના વધારા સાથે ડાંગ વિધાનસભા મતદાર વિસ્તારમાં કુલ ૧ લાખ, ૭૪ હજાર, ૦૬૭ મતદારો નોંધાવા પામ્યા છે તેમ ઉમેર્યુ હતું. વોટર જિલ્લાના તમામે તમામ મતદાન મથકો સહિત ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, દૂધ મંડળી અને સસ્તા અનાજની દુકાનો ઉપર પણ, ફ્લેક્ષ બેનરના માધ્યમથી આ અંગેની જનજાગૃતિ કેળવવામાં આવી રહી હોવાનું પણ શ્રી બી.કે.કુમારે વધુમાં જણાવ્યું હતું.
દરમિયાન ડાંગના મતદાર નોîધણી અધિકારી-વ-પ્રાંત અધિકારી શ્રીમતી કાજલ ગામીત, અને ઇન્ચાર્જ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ભરત સક્સેનાએ કાર્યક્રમની રૂપરેખા આપી, ચર્ચામાં ભાગ લીધો હતો. આહવા ખાતે નવનિર્મિત કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોજિત જિલ્લા ચૂંટણી તંત્રની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા મીડિયાકર્મીઓએ પ્રોઁત્તરીના માધ્યમથી પૂરક જાણકારી મેળવી હતી. ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા કર્મયોગીઓ સર્વશ્રી હીરામણ ગવળી સહિતના કર્મચારીઓએ કાર્ય વ્યવસ્થા સંભાળી હતી.
ઉલ્લેખનિય છે કે, તા.૧લી જાન્યુઆરી ૨૦૧૯ની લાયકાતની તારીખના સંદર્ભે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત, મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ બાદ, તેની સતત સુધારણાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચ દ્વારા વર્ષ ર૦૧૯ને કોઇ પણ મતદાર રહી ના જાય તેવા ઉદૃશ સાથે આ કામગીરી હાથ ધરવાની કવાયત કરવામાં આવી રહી છે. જે મુજબ વોટર વેરિફિકેશન ઍન્ડ ઇન્ફોર્મેશન પ્રોગ્રામનું આયોજન હાથ ધરાયુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



