પ્રજાની સેવાનો મળેલા અવસરની તકનો લાભ ઉઠાવો : બીબીબેન ચૌધરી
આહવા, તા.૧
ડાંગ જિલ્લામાં સંવેદનશીલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વાર છેવાડાના પ્રજાજનોના આરોગ્ય જતન માટે અનેકવિધ કાર્યક્રમો, યોજનાઓનું સૂપેરે અમલીકરણ થઇ રહ્નાં છે, ત્યારે જિલ્લાના સામાજિક કાર્યકરોએ પણ તેમાં સહયોગ આપીને, પ્રજાજનોની સેવા કરવાની મળેલી તકનો લાભ ઉઠાવવો જાઇએ તેમ શ્રીમતી બીબીબેન ચૌધરીએ જણાવ્યું હતું.
આહવાના ડૉ.આંબેડકર ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા શ્રીમતી ચૌધરીએ જિલ્લા તથા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોના ચૂંટાયેલા સભ્યોને, આરોગ્યલક્ષી કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લેવા પણ અપીલ કરી હતી. ડાંગ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ-વ-આદિજાતિ વિકાસ નિગમના ડીરેક્ટર શ્રી બાબુરાવ ચૌર્યાએ, જિલ્લા વહિવટી તંત્ર અને રાજ્ય સરકારના પ્રજા કલ્યાણલક્ષી પ્રયાસોમાં જનપ્રતિનિધિઓને પણ અસરકારક ભૂમિકા અદા કરવાનું આહ્વાન કર્યુ હતું. પ્રાસંગિક ઉદ્બોધનમાં શ્રી ચૌર્યાએ છેવાડાના માણસોની સેવા કરવાની મળેલી તકને ઝડપી લેવાની પણ આ વેળા અપીલ કરી હતી.
સૌના સહિયારા પ્રયાસોથી આરોગ્ય ક્ષેત્રે વધુ સારી કામગીરીની હિમાયત કરતા ડાંગના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ ખાસ કરીને સ્ત્રીઓ, યુવતિઓને શિક્ષણ અને સલામતી આપવાના પ્રયાસોની અપેક્ષા વ્યક્ત કરી હતી. દિકરા-દિકરીનો ભેદ ભૂલીને સ્ત્રી જન્મદર સુધારવા માટે બેટી બચાવો-બેટી પઢાવોની ભાવનાને સંવેદનશીલતા સાથે આગળ વધારવાનો અનુરોધ કરતા શ્રી વઢવાણિયાએ, સ્ત્રી શિક્ષણ ઉપર વિશેષ ભાર મુક્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



