ડાંગમાં પાલક યોજના અંતર્ગત નવી ૧૩ અરજીઓ મંજૂર કરાઈ

0
6

જિલ્લાના ૧૭૯ બાળકો મેળવી રહ્ના છે યોજનાનો લાભ
આહવા, તા.૨
સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત સ્પોન્સરશીપ ઍન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટિના અધ્યક્ષ-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, આહવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી એક સમીક્ષા બેઠકમાં, જિલ્લાના ૧૩ જેટલા પાલક માતાપિતા યોજનાના નવા મળી આવેલા કેસોને મંજુર કરવામાં આવ્યા છે.
જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા મળેલી વિગતો અનુસાર આ ૧૩ નવા કેસો પૈકી ૮ બાળકોના માતા પિતા અવસાન પામ્યા હતા. તથા પ બાળકોની માતાએ, બાળકોને ત્યજીને પુનઃલગ્ન કર્યા હતા. જેમને રાજ્ય સરકારની પાલક માતાપિતા યોજનામાં સમાવીને, માસિક રૂપિયા ત્રણ હજારની સહાય બાળકના બેંક ખાતામાં જમા કરાવવા માટેનો નિર્ણય લેવાયો છે. જેની સાથે આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા ૧૭૯ એ પહોંચવા પામી છે. બેઠકમાં સમિતિ અધ્યક્ષ શ્રી જે.એમ.ચૌધરી, વેલ્ફેર કમિટિના ચેરમેન જશુબેન સહારે, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના દાનિયલ ગામીત, સુરક્ષા અધિકારી-બિન સંસ્થાકીય સંભાળ શ્રી નિકોલસ વણકર તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી-અને-સભ્ય સચિવ, સ્પોન્સરશીપ ઍન્ડ કેર એપ્રુવલ કમિટિના શ્રી ચીરાગ જાષી ઉપસ્થિત રહ્ના હતા. ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામાં પાલક માતાપિતા યોજનાનો લાભ મેળવતા આ લાભાર્થીઓ પૈકી બે (ર) લાભાર્થીઓની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ થવાથી તેમની સહાય બંધ કરવાનો પણ બેઠકમા નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY