આયુર્વેદિક કેમ્પમાં ૨૨૦ દર્દીઓએ લાભ લીધો
સુરત, તા.૨
સુરત જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખાના કુંભારિયા આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઓફિસર ડો.ઘનશ્યામભાઈ પટેલ અને કેવલ પાર્ક યુવા ગ્રુપ સંયુકત ઉપક્રમે કેવલ પાર્ક સોસાયટીના પ્રાંગણમાં વિનામૂલ્યે આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૨૦ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.
આ કેમ્પમાં સ્વાઈન ફલુ, ચિકનગુનિયા, ખાંસી, શરદી રોગ પ્રતિરોધક આયુર્વેદ ઉકાળા વિતરણ અને વનૌષધિ પ્રદશર્નનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો શુભારંભ શ્રી સ્વામિનારાયણ મંદિર –સિલ્વર ચોકના શ્રી હરિકૃષ્ણ સ્વામી અને અન્ય સંતોના કરકમલો દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. આ વેળાએ સરકારી આયુર્વેદિક દવાખાનું, કટવાના મેડીકલ ઓફિસર ડો.કિશોરભાઈ સતાણી, આયુર્વેદ દવાખાનું ઓલપાડના ડો.વૈશાલીબેન પટેલ અને સોસાયટીના આગેવાનો, ચતુરભાઈ ભૂવા, દિલીપભાઈ, વિનુભાઈ, ચંદુભાઈ, વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મેડિકલ ઓફિસર ડો.ઘનશ્યામભાઈ પટેલે આયુર્વેદનું મહત્વ સમજાવી રોજબરોજના જીવનમાં કાયમી સ્વસ્થ રહેવા માટે રસોડુ આપણુ દવાખાનું છે. તેના દ્વારા રોગમુકત કેવી રીતે રહી શકાય તેની વિગતો આપી હતી. કેમ્પમાં એક હજારથી વધુ લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવમાં આવ્યું હતું. દવા વિતરણની ઉત્કૃષ્ટ કામગીરી ફાર્માસિસ્ટ તડવીભાઈ અને શીતલબેન પટેલે નિભાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



