ડાંગ સમાજ સુરક્ષા કચેરી દ્વારા લોક બોલીમાં યોજનાકીય પ્રચાર

0
15

ભવાઈ રજૂ કરી લોકોમાં જનજાગૃતિ કેળવાઈ
આહવા, તા.૫
ડાંગ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, આહવા દ્વારા સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત બાળ સંભાળ : આપણા સૌની જવાબદારી વિષય ઉપર, સ્થાનિક લોકબોલીમાં ખૂબ જ અસરકારક તમાશા (ભવાઇ) કાર્યક્રમના સથવારે યોજનાકિય પ્રચાર પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ડાંગ જિલ્લાના છેવાડાના માનવીઓ સુધી બાળ કલ્યાણની યોજનાઓ સહિત બાળ અધિકારો, બાળ સુરક્ષાની સેવાઓ સહિત બાળલગ્ન, બાળ મજુરી જેવા દૂષણો, પોક્સો એક્ટ, જે.જે.એક્ટ, સ્થળાંતરીત બાળકો, શાળામાંથી ડ્રોપ આઉટ થતા બાળકો, દત્તક વિધાન તથા સમાજ સુરક્ષાની યોજનાકિય જાણકારી પહોંચાડવાના ઉદૃશ સાથે, જિલ્લાના પસંદ કરાયેલા ગામો જેવા કે પીપલાઇદેવી, મોગરા, કોસબીયા, ઇસદર અને પીપલપાડામાં સ્થાનિક સ્તરે ખૂબ જ લોકપ્રિય, સફળ અને કારગત નિવડતા તમાશા (ભવાઇ)ના કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયુ હતું. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જે.એમ.ચૌધરી, અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી સી.એમ.જોષીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ કાર્યક્રમોનો ગ્રામીણ પ્રજાજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY