તસ્કરોએ આઠ દુકાનો તોડવાની મહેનત કરી પરંતુ આઠ મોબાઈલ સાથે માત્ર રૂ. ૬૦ હજારનો માલ હાથ લાગ્યો
સુરત, તા.૫
ગોડાદરા મહારાણા સર્કલ પાસે ગતરાત્રિ દરમિયાન લક્ષ્મીપાર્ક, અંબિકા હાઈટï્સ અને સફાયર એઈટના એક સાથે ૮ દુકાનોના શટર ઊંચુ કરીને કોઈ ઈસમોએ ૩૭ હજારના ૮ મોબાઈલ તેમજ રોકડા રૂ. ૨૫ હજાર મળી કુલ્લે ૬૦ હજારની મતા ચોરી ગયો છે.
લીંબાયત પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરાત્રિ દરમિયાન મહારાણા સર્કલ ગોડાદરા પાસે ૮ દુકાનોના શટરને વચ્ચેથી ઊચુ કરી અને તાળા તોડીને અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા છે.
ગોડાદરા લક્ષ્મીપાર્ક રો હાઉસમાં આવેલ દુકાન નં. ૪માં માનસી મોબાઈલ એસેસરીઝ દુકાનમાંથી ૭ નંગ મોબાઈલ અને રોકડા ૪૦૦૦ની ચોરી થઈ છે. દુકાન નં. ૧૨માં માય ચોઈસ આઈસ્ક્રીમ દુકાનમાંથી ૧ મોબાઈલ અને ડ્રોઅરમાંથી રોકડા ૬૦૦૦ની ચોરી થયા છે. દુકાન નં. ૧૫ મંગલમ ટી.વી. પેલેસનું શટલ પણ તોડવામાં આવ્યું હતું. બાજુમાં આવેલ અંબિકા હાઈટસમાં દુકાન નં. જી-૧માં મહાકાલ કોલ્ડ્રીંક્સનું શટલ ઊંચુ કરી ટેબલના ડ્રોઅરમાંથી રોકડા રૂ. ૧૧,૦૦૦, દુકાન નં. બી/જી/૩નું શટર ઊંચુ કરવામાં આવ્યું, પરંતુ કાંઈ ચોરાયુ નથી, દુકાન નં. બી/જી/૬નું શટર ઊંચુ કરી કાગળ વેર વિખેર કરવામાં આવ્યા હતા. પાડોશમાં આવેલ સફાયર એઈટમાં દુકાન નં. ૪૧ ભગવાની કિરાણાનું શટર ઊંચુ કરી ડ્રોઅરમાંથી રોકડા ૨૦૦૦ રૂપિયા દુકાન નં. ૩૭ શિવશક્તિ કિરણામાંથી શટર ઊંચુ કરી ડ્રોઅરમાંથી રોકડા ૨૮૦૦ની ચોરી થઈ હતી.
ઉપરોકત તમામ ચોરી અંગે માનસી મોબાઈલ એસેસરીઝના નેપાલાસિંગ હિંમતસિંગ સોલંકી ઉ.વ. રો પ્લોટ નં. ૧૫૭ માનસરોવર સોસાયટી ગોડાદરાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉપરોકત તમામ ૮ દુકાનોના શટર ઊંચુ કરીને અંદરથી ૮ નંગ મોબાઈલ કિંમત ૩૭૭૪૯, તથા રોકડા રૂપિયા ૨૫૦૦૦ મળી કુલ્લે ૬૦૭૪૯ની મતા ચોરી થઈ છે. લીંબાયત પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આજુબાજુના વિસ્તારમાં દુકાનો અને ફલેટમાં લાગેલ સીસીટીવી ફૂટેજ જાઈ આરોપીઅો અંગેની તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



