ડાંગ જિલ્લામાં ૩૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં ઊર્જા ઉત્સવ યોજાયો

0
8

શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું
આહવા, તા.૫
ડાંગ જિલ્લામાં ગત માસ દરમિયાન ર્જા ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની ૩૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં ર્જા ઉત્સવ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયુ હતું.
જલવાયુ પરિવર્તન વિભાગ, ગુજરાત રાજ્ય તથા ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકકનોલોજી, ગાંધીનગર સંચાલિત પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત ર્જા ઉત્સવ દરમિયાન જિલ્લાની વિવિધ શાળાઓમાં જુદી જુદી શૈક્ષણિક સ્પર્ધાઓ સહિતના જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરીને ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નિષ્ણાતો દ્વારા ર્જા બચત સહિત પુનઃ પ્રાપ્ય ર્જા વિષયક વક્તવ્ય સાથે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન, ઓડિયો વિડીયો શો, ફ્લેક્ષ બેનર, હોર્ડિંગ્સ, પોસ્ટરના માધ્યમથી પણ લોકજાગૃતિ કેળવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ગત તા.રરમી જાન્યુઆરીએ આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે આયોજિત સમાપન કાર્યક્રમ દરમિયાન, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ ઇજનેર શ્રી ડી.એન.ચૌધરી સહિત આશ્રમના શ્રી ગાંડાભાઇ પટેલ, તાલુકા શિક્ષણ અધિકારી શ્રી વિજયભાઇ ગાયકવાડ વિગેરેએ ઉપસ્થિત રહી ર્જા ઉત્સવ જનજાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવવા સાથે, વિજેતાઓને પારિતોષિકોનું પણ વિતરણ કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન સરકારી માધ્યમિક શાળાના શ્રી ડી.બી.મોરેએ કર્યું હતું. જ્યારે સમગ્ર કાર્યક્રમની કાર્ય વ્યવસ્થા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમે સંભાળી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY