ગવર્નર હીલ પર સ્થાનિકોને રોજગાર માટે જગ્યા ફાળવાશે
આહવા, તા.૧૭
સ્થાનિક પ્રશાસન કે સરકાર સાથે કાયમી સંઘર્ષમાં ઉતરવા કરતા, પ્રશાસનિક વ્યવસ્થાઓમાં સહયોગ આપીને, સમસ્યાનો કાયમી ઉકેલ નિકળતો હોય તો તે દિશામાં પ્રયાસો કરવાની હિમાયત કરતા, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકરે, ગિરિમથક સાપુતારાના લારીગલ્લા ધરાવતા વ્યવસાયકારોને તેમના પ્રઁ નિકાલ બાબતે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.
સાપુતારાના સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટેની યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રભારી મંત્રીશ્રીએ તમામ પ્રવાસન સ્થળોનો રાજ્ય સરકાર તબક્કાવાર વિકાસ કરી રહી છે ત્યારે તેમાં સહકારની ભાવના સાથે સહયોગી બનીને, પોતાના ધંધારોજગારનો વિકાસ કરવો જાઇએ તેમ પણ આ વેળા લારીગલ્લાના સંચાલકો, ધંધાર્થીઓને જણાવ્યું હતું.
રાજ્યકક્ષાએ આદિવાસી વિસ્તારોનાં તમામ પ્રોઁના સાનુકૂળ નિરાકરણની દિશામાં તાજેતરમાં જ મુખ્યમંત્રીશ્રી કક્ષાએ, રાજ્યના સચિવકક્ષાના ઉચ્ચવરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા છે તેમ જણાવતા મંત્રી શ્રી પાટકરે તેમની ડાંગ જિલ્લાની બે માસ પૂર્વેની જાતમુલાકાત વેળા, જિલ્લા પ્રશાસન તથા જિલ્લાના સામાજિક કાર્યકરોને તેમણે જિલ્લાના ચેકડેમોના દરવાજા બંધ કરીને પાણીના સંગ્રહ બાબતની કરેલી અપીલ બાદ, આજની આ મુલાકાત વેળા આ ચેકડેમ, તળાવો પાણીથી ભરાયેલા છે ત્યારે આગામી બે/ત્રણ માસ સુધી અહીં પાણીની સમસ્યા નહીં નડે તેવા સૌના સહિયારા પ્રયાસોની સરાહના કરી હતી.
દરમિયાન ડાંગના ધારાસભ્ય શ્રી મંગળભાઇ ગાવિતે સ્થાનિક પ્રજાપ્રોઁને વાચા આપવા સાથે, પ્રશાસન પ્રઁ નિરાકરણ બાબતે સંવેદનશીલતા સાથે હકારાત્મક અભિગમ દાખવે તેવી અરજદારોવતી અપીલ કરી હતી. શ્રી ગાવિતે પ્રશાસન દ્વારા પ્રજાહિતમાં લેવાયેલા નિર્ણયનો અરજદારો સ્વીકાર કરે તે ઇચ્છનિય છે તેમ પણ આ વેળા જણાવ્યું હતું.
સાપુતારાના વિસ્થાપિતો એવા નવાગામના સ્થાનિક રહીશોને પ્રવાસન નિગમ દ્વારા તૈયાર કરાયેલા રોકડી બજારમાં ફાળવાયેલી દુકાનો ઉપરાંત સાપુતારાના સનરાઇઝ પોઇન્ટ, અને ગવર્નર હીલ ખાતે પણ ડ્રો સીસ્ટમથી દુકાનો માટેના ખુલ્લા પ્લોટ/જમીન ફાળવવાના જિલ્લા પ્રવાસન સમિતિના નિર્ણયમાં, સ્થાનિકો સહયોગી બને તે જરૂરી છે તેમ ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
બાદ નવાગામ (સાપુતારા) સહિત માલેગામ, કોટમદર, ધુમખલ, ગોટીયામાળ, બરડપાણી, ગુંદીયા જેવા તળેટી વિસ્તારના ગામો સહિત ગિરિમથકની આસપાસના આઠ કિલોમીટરના ગામોનાં સ્થાનિક ધંધાર્થીઓ, લારી ગલ્લાવાળાઓને સાપુતારાના અન્ય સ્થળો જેવા કે પેરાગ્લાઇડીંગ પાસે, હોટલ ચિત્રકૂટ પાસે તથા અન્ય ઉપલબ્ધ જગ્યાઓએ નિયમોને આધિન રહીને પ્લોટ ફાળવવાનું વિચારણાધિન છે તેમ પણ જણાવતા, સ્થાનિક ધંધાર્થીઓ પ્રશાસનના નિર્ણયના અનાદર સાથે, કોઇ એક નિત જગ્યા માટેનો દુરાગ્રહ સેવે તે કદાપિ ઉચિત નથી તેમ જણાવ્યું હતું.
હોટલ તોરણના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી સાપુતારાના સ્થાનિક પ્રોઁના નિરાકરણની આ બેઠક બાદ, ડાંગ જિલ્લાના જુદા જુદા વિસ્તારોના પ્રોઁની પણ કાર્યકરો, પ્રજાજનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કક્ષાએ નિકાલ યોગ્ય પ્રઁનું સ્થાનિક કક્ષાએ, તથા રાજ્યકક્ષાના પ્રોઁનું રાજ્યકક્ષાએ હકારાત્મક નિરાકરણ આવે તેવા પ્રશાસનિક પ્રયાસોની ખાતરી આપતા ડાંગના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ જુદા જુદા પ્રોઁ પરત્વે ઉપયોગી જાણકારી સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.
બેઠકમાં વલસાડ/ડાંગ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી શ્રી અશોકભાઇ ધોરાજીયા સહિત ડાંગ જિલ્લાના ભાજપા પ્રમુખ શ્રી બાબુરાવ ચૌર્યા, વલસાડ જિલ્લા ભાજપા અગ્રણી શ્રી મહેશભાઇ ભટૃ, ઉમરગામ તાલુકા ભાજપા મહામંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, ડાંગ જિલ્લાના હોદૃદારો, પદાધિકારીઓ, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી, તેમની ભૂમિકા અદા કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



