ડાંગના યુવકોને સ્વરોજગારી મેળવી પગભર થવાની તકો

0
68

વિના મૂલ્યે તાલીમ વર્ગોમાં જોડાઈ શકાશે
આહવા, તા.૭
ડાંગ જિલ્લાના મુખ્ય વહિવટી મથક આહવા ખાતે સહયોગ સોસાયટી, તાલુકા શાળા/ગિરિકન્યા છાત્રાલયની પાછળ આવેલા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનમાં ચાલતા કેટલાક સ્વરોજગારીના ટૂંકા ગાળાના તાલીમ વર્ગોમાં જાડાઇને, ડાંગના યુવક/યુવીતઓને પગભર થવાની તક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
સંસ્થા તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સંભવતઃ આગામી મે, જુન, અને જુલાઇ તથા ઓગષ્ટ ૨૦૧૯ માસ દરમિયાન શરૂ થનારા કોમ્પ્યુટર કોર્ષ, મોબાઇલ રીપેરીંગ, જી.એસ.ટી. સહાયક, પાપડ અથાણું અને મસાલા પાવર બનાવટ, , પશુપાલન, બકરા પાલન, મરઘા પાલન, લેડીઝ ટેલર (શીવણ/બહેનો માટે), જેવા ટુંકાગાળાના કોર્ષમાં જAડાઇને તાલીમ મેળવવાની તક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેમાં ૧૮ થી ૪પની વયજુથ ધરાવતા ડાંગ જિલ્લાના યુવક/યુવતિઓ ભાગ લઇ શકે છે. વિનામૂલ્યે આયોજિત આ તાલીમ વર્ગમાં જોડાઇને સ્વરોજગારી ક્ષેત્રે પ્રવૃત્ત થવાની ઇચ્છા ધરાવતા ડાંગ જિલ્લાના યુવક/યુવતિઓને બરોડા સ્વરોજગાર તાલીમ સંસ્થાનનો રૂબરૂ કે ફોનથી સંપર્ક સાધી, આ અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન મેળવવા અનુરોધ કરાયો છે. સંસ્થાનો મોબાઇલ નંબર : ૯૭૨૭૭ ૮૨૪૧૦, ટેલિફોન નંબર : ૦૨૬૩૧-૨૨૦૧૨૩ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY