સુબીરના બીજુરપાડા ગામમાં તંત્રએ બાળલગ્ન અટકાવ્યા

0
7

યુવકની વય ૨૧ વર્ષ કરતા ઓછી હોવાથી લગ્ન અટકાવાયા
આહવા, તા.૭
ડાંગ જિલ્લાના પૂર્વપટૃમાં આવેલા સુબિર તાલુકાના બીજુરપાડા ગામે સ્થાનિક જાગૃત નાગરીકો તથા જિલ્લા પ્રશાસનની સતર્કતાને કારણે વધુ એક બાળલગ્ન થતા અટકાવવામાં તંત્રને સફળતા મળી છે.
જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, સુબિર તાલુકાના બીજુરપાડા ગામે સગિર વયના યુવક/યુવતિના લગ્ન થઇ રહ્નાની જાણ, જિલ્લા તંત્રને થતાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી જિગનેશ ચૌધરી, તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી ચિરાગ જાષી, અને તેમની ટીમે બીજુરપાડા ગામે ધસી જઇ, લગ્ન ઉત્સુક કન્યાના ઘરે જઇ તેની ઉંમરની ખરાઇ સાથે દસ્તાવેજાની ચકાસણી હાથ ધરી હતી. જેમાં કન્યાની ઉંમર ૧૮ વર્ષથી વધુ માલુમ પડી હતી, પરંતુ બોરખેત ગામેથી જાન લઇને આવનારા યુવકની ઉંમર ર૧ વર્ષથી ઓછી હોવાનું જણાતા, વરવધુ પક્ષના સ્વજનોને સમજાવતા, તેઓએ લેખિત બાંહેધરી સાથે લગન મોકૂફ રાખવાની સંમતિ આપી હતી.
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત બાળલગ્ન કરવાથી થતી સામાજિક અને શારીરિક તથા માનસિક માઠી અસરોનો ખ્યાલ આપવા સાથે, આ અધિકારીઓએ સમાજમાં બાળલગ્ન જેવા દૂષણને લઇને નવા જન્મના શીશુ અને તેને જન્મ આપનારી માતાના મૃત્યુનું જાખમા વધી જાય છે, તેમ જણાવી, સમાજમાં કુપોષણ જેવી સમસ્યા પણ બાળલગન્ને કારણે ઉદ્ભવતી હોવાનું ગ્રામીણજનોને જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY