‘આજે ઉપવાસના જુમલાનો દિવસ છે’

0
98

મોદીએ પકોડા ખાઈ ઉપવાસ કર્યા ઃ શક્તિસિંહ ગોહિલનું નિવેદન
ન્યુ દિલ્હી,તા.૧૨
ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઉપવાસના રાજકારણમાં હવે એકબીજાના ઉપવાસને નાટક સાબિત કરવાની હોડ જામી છે. કોંગ્રેસી નેતાઓએ ઉપવાસ પર બેસતાં પહેલાં પેટ ભરીને છોલે-ભટુરે ખાધા હોવાની તસવીરો જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર ભારે ફજેતી થઈ હતી. તેનો એ જ ભાષામાં જવાબ આપતાં ગુરુવારે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન મોદીના આજના કાર્યક્રમનું શેડ્યુઅલ રજૂ કર્યું હતું, જેમાં વડાપ્રધાને આજે નાસ્તા અને ભોજનનો પણ ઉલ્લેખ છે.
કોંગ્રેસના ટોચના નેતા અને હાલમાં જ જેમને બિહાર કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે એ શક્તિસિંહ ગોહિલે ટ્‌વટ્ર્રૃર્ પર ઘટસ્ફોટ કરતાં લખ્યું છે કે, માનનીય જુમલેબાજે આજે નાસ્તામાં અને લંચમાં શું ખાધું હશે? અલબત્ત, ચા અને ભજીયા… આખરે તો આજે ઉપવાસના જુમલાનો દિવસ છે ને!! આ ટ્‌વટ્ર્રૃર્ સાથે શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાનના ૧૨ એપ્રિલના તામિલનાડુ પ્રવાસનું મિનિટ ટૂ મિનિટ શેડ્યુઅલ પણ રજૂ કર્યું છે, જેમાં બ્રેકફાસ્ટ અને લંચની વિગત લખેલી છે. સાધારણ રીતે, પીએમ ઓફિસ અને સિક્યુરિટી ટીમ દ્વારા આ શેડ્યુઅલ તૈયાર થતું હોય છે અને એ અત્યંત ગોપનિય હોય છે.
શક્તિતસિંહે આ શેડ્યુઅલની કોપી કેવી રીતે અને ક્યાંથી મેળવી એ જાકે તેમણે જણાવ્યું નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY