ડાંગને બાળલગ્ન મુક્ત જિલ્લો બનાવવા સરકારી તંત્ર પ્રતિબદ્ધ

0
12

પ્રજાજનોને બાળલગ્ન અંગેની જાણકારી આપવા કરાઈ અપીલ
આહવા, તા. ૧૧
રાજ્યના છેવાડે આવેલો, અને બહુલ આદિવાસી જિલ્લો એટલે ડાંગ. આદિવાસી સમાજની પરંપરા અને રીતરિવાજ મુજબ અહીં ઘર કરી ગયેલી કેટલીક પ્રથા, કુપ્રથાને, કુરિવાજને કારણે ઉદ્ભવતી સામાજિક અને શારીરિક સમસ્યાઓેને જડમૂળથી નાબૂદ કરવા માટે, ડાંગ જિલ્લામાં બાળલગ્ન જેવા દૂષણને ડામવા માટે, જિલ્લા પ્રશાસને તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
ડાંગ કલેક્ટર શ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાર્યરત જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા, જિલ્લાને બાળલગ્ન મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કરાયુ છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે લગન્સરાની સીઝનમાં ઠેક ઠેકાણે બાળલગ્ન અટકાવી, તંત્રે તેનો ઇરાદો સ્પષ્ટ કર્યો છે.
જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી જિગનેશ ચૌધરી તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, નાની ઉંમરે યુવક/યુવતિઓના લગ્ન કરવાથી અનેક પ્રકારની માઠી અસરો સગીર બાળકોના માનસ ઉપર પડવા સાથે, તેમના ઘરપરિવાર, અને સમાજમાં પણ તેના દુષ્પરિણામો જાવા મળે છે. સમાજને શારીરિક અને માનસિક તંદુરસ્ત બનાવવા માટે, આવા બાળલગને અટકાવવા ખૂબ જરૂરી છે. ડાંગ જિલ્લાએ પણ જિલ્લાને સમગ્રપણે બાળલગન્ મુક્ત બનાવવાનું નક્કી કર્યુ છે. જેના ભાગરૂપે તાજેતરમા જિલ્લાના કેટલાક સ્થળે થઇ રહેલા બાળલગનેના મંડપમાં ધસી જઇને, આવા બાળલગને અટકાવવામાં પણ આવ્યા છે.
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ જોઇએ તો સગીર વયના યુવક/યુવતિઓના લગ્ન કરવા કે કરાવવા તે કાયદાકિય ગુનો બને છે. આવા લગ્ન કરનાર યુવક/યુવતિ સહિત તેમના માતાપિતા કે વાલી, મદદગારી કરનાર અન્ય વ્યક્તિ, બાળલગન્માં હાજરી આપનાર, વિધિમાં ભાગ લેનાર, લગન્નું સંચાલન કરનાર, લગ્ન કરાવનાર ગોર મહારાજ/બ્રાહ્મણ, મંડપ-કેટરીંગ-બેન્ડવાજા તથા ફોટોગ્રાફીનું કામ રાખનાર વિગેરે તમામને, આ કાયદાકિય જોગવાઇ હેઠળ અપરાધી ગણવામાં આવ્યા છે. જેમને નિયમોનુસાર ર વર્ષ સુધીની સખત કેદની સજા સાથે, રૂપિયા એક લાખ સુધીના દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે.
ડાંગ જિલ્લામાં આવા પ્રકારના બનાવો ન બને તે માટે જિલ્લા તંત્રે જિલ્લામાં ક્યાંય પણ જો આવા લગ્ન થતા હોય તો તેની જાણકારી પ્રશાસનને પહોંચાડવા માટે અનુરોધ કર્યો છે. આ માટે (૧) બાળલગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, આહવા, જિ.ડાંગ : ફોન નંબર : ૦૨૬૩૧-૨૨૦૬૨૯, (ર) જિલ્લા બાળ સુરક્ષા એકમ, આહવા, જિ.ડાંગ : ફોન નંબર : ૦૨૬૩૧-૨૨૦૧૦૬, (૩) ચાઇલ્ડ લાઇન હેલ્પલાઇન નંબર : ૧૦૯૮, (૪) અભયમ્ મહિલા હેલ્પલાઇન નંબર : ૧૮૧, તથા (પ) નજીકના પોલીસ સ્ટેશનમાં, કે (૬) ટોલ ફ્રી નંબર : ૧૦૦ ઉપર તેની જાણકારી આપી શકાય છે. બાળલગ્ન અંગેની જાણકારી આપનારની માહિતી ગુપ્ત રાખવામાં આવતી હોય છે, તેમ પણ આ અખબારી યાદીમાં જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY