શેલ્ટર હોમમાં રહેતા બાળકોની સ્થિતિ ભયાનક : સુપ્રીમ કોર્ટ

0
22

ન્યુ દિલ્હી,તા.૨૯
શેલ્ટર હોમમાં રહેતા બાળકોની સ્થિતિ પર રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટે ટીપ્પણી કરતા સ્થિતિને ભયાનક ગણાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલામાં તેઓ નિસહાય છે. કારણ કે જા ઓથોરિટીને કોઈ નિર્દેશ આપવામાં આવે છે. તો તેને ન્યાયિક સક્રિયતા ગણાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ મદન બી. લોકુરની અધ્યક્ષતાવાળી ત્રણ જજાની ખંડપીઠે એનસીપીસીઆરના સોશયલ ઓડિટ રિપોર્ટને ટાંકીને કહ્યું છે કે ૨૮૭૪ ચિલ્ડ્રન હોમમાંથી માત્ર ૫૪ની સ્થિતિ જ ઠીકઠાક છે. ઓડિટ કરવામાં આવ્યું હોય તેવા ૧૮૫ શેલ્ટર હોમમાંથી માત્ર ૧૯ પાસે બાળકોનો રેકોર્ડ છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભલે ઓથોરિટી પોતાનું કામ કરે નહીં અને જવાબદારી એકબીજા પર ઢોળતી રહે. પરંતુ જા અદાલત આમા દખલ કરે છે. તો તેને ન્યાયિક સક્રિયતા ગણાવવામાં આવે છે. અદાલત શું કરે. અમે લાચાર છીએ. એમિક્સ ક્્યૂરી અપર્ણા ભટ્ટે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ ન્યાયિક સક્રિયતા નથી. કારણ કે શેલ્ટર હોમમાં રહેતા બાળકોનું હિત મહત્વપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જા ઓથોરિટી દ્વારા યોગ્યરીતે કામગીરી થઈ હોત, તો મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં કિશોરીઓ સાથે બળાત્કાર થાત નહીં. એનસીપીસીઆરના રિપોર્ટ પરથી સ્પષ્ટ છે કે કોઈને કંઈ પડી નથી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના એક સૂચનને નામંજૂર કર્યું છે. જેમાં સુપ્રીમ કોર્ટે શેલ્ટર હોમના નિરીક્ષણ માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે કમિટીનું સૂચન કર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થયેલા વકીલે કહ્યું હતુ કે પ્રવર્તમાન તંત્ર પુરતું છે. તેવામાં કોઈ વધુ કમિટીની જરૂરત નથી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY