ડાંગ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી આહવામાં કરાશે

0
6

વઘઈ તાલુકાનો ઝાવડા તથા સુબીરનો કાર્યક્રમ સાજુપાડામાં યોજાશે
આહવા, તા.૧૦
અગત્યની બેઠકોમાં પૂર્વમંજુરી વિના ગેરહાજર રહેતા અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરતા ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે પ્રજાસત્તાક પર્વના તાલુકા/જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સંબંધિત તાલુકા/જિલ્લા અધિકારી/કર્મચારીઓને ફરજિયાતપણે હાજર રહેવાની તાકિદ કરી છે.
ડાંગ જિલ્લામાં આગામી તા.ર૬મી જાન્યુઆરીએ યોજાનારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગેની અગત્યની બેઠકને સંબોધતા કલેક્ટરશ્રીએ કાર્ય આયોજન અંગે જરૂરી સમીક્ષા હાથ ધરી, સંબંધિત અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. જરૂરી મુદૃઓની છણાવટ કરતા શ્રી કુમારે ફરજનિયુક્ત અધિકારીઓને ખૂબ જ સંવેદનશીલતા સાથે ચોક્સાઇ રાખી તેમને સોંપવામાં આવેલી કામગીરી હાથ ધરવા અંગે પણ સૂચના આપી હતી. દરમિયાન કાર્યક્રમ માટે સ્થળ પસંદગી સાથે સ્ટેજ અને માઇક વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, પરેડ, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો, ઇનામ વિતરણ, મહાનુભાવો માટેની આનુષાંગિક વ્યવસ્થાઓ સહિતના નિયત મુદૃઓની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ વિશેષ કરીને ટેબ્લો તૈયાર કરવા બાબતે રાખવાની કાળજી સંદર્ભે ઉપયોગી માર્ગદર્શન આપી, ટેબ્લોના માધ્યમથી રાજ્ય અને કેન્દ્ર સરકારના કાર્યક્રમોની ઝાંખી સૂપેરે રજુ થાય તેવા પ્રયાસો હાથ ધરવાની સૂચના આપી હતી.
ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લાનો આ વર્ષનો પ્રજાસત્તાક પર્વનો કાર્યક્રમ જિલ્લા કક્ષાએ આહવા ખાતે યોજાનાર છે. જ્યારે વઘઇ તાલુકાનો કાર્યક્રમ ઝાવડા ખાતે, અને સુબિર તાલુકાનો કાર્યક્રમ સાજુપાડા ખાતે યોજવાનું નિયત કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લાની પ્રજાસત્તાક પર્વ ઉજવણી અંગેની બેઠકનું સંચાલન કરતા નિવાસી અધિક કલેક્ટર શ્રી તેરસિંગ ડામોરે સંબંધિત અમલીકરણ અધિકારીઓને પૂરક માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. બેઠકમાં ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી અગિન્શ્વર વ્યાસ સહિત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.ડી.પટેલ, પ્રાયોજના વહિવટદાર શ્રી એસ.બી.ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અસારી, પ્રાંત અધિકારી શ્રી કાજલ ગામીત, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેઘા મહેતા સહિતના ઉચ્ચાધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY