શહેરી ગરીબ કલ્યાણ મેળામાં ૨૮૪ લાભાર્થીઓને સહાય મળી

0
24

રૂ.૫૪ લાખની સહાયનું વિતરણ
સુરત, તા.૧૦

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના વિકસતિ જાતિ કલ્યાણ હેઠળની જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ દ્વારા સૂરત જિલ્લા તથા શહેરી વિસ્તારમાં યોજાયેલા શહેરી ગરીબ કલ્યાણ મેળામાં માનવ ગરિમા યોજના અંતર્ગત ૨૮૪ જરૂરતમંદોને રૂ.૫૩૯૯૬૬૫ની સાધન સહાયની કિટ્‌સનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ઓટો રીપેરીગ, સુથારીકામ, વિવિધ પ્રકારની ફેરી, સિવણકામ, બ્યુટી પાર્લર, ઠંડા પીણાના સાધનો, માછલી પકડવાની જાળ, દુઘ દહીના સાધનો જેવી કીટસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY