સુરતમાં ઉત્તર ગુજરાતના રાવળ યોગી પરિવારનો સ્નેહ મિલન યોજાયું

0
23

તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
સુરત, તા.૧૦

વ્યવસાય અર્થે વર્ષોથી સુરત અને દક્ષિણ ગુજરાતમાં વસતા રાવળ યોગી પરિવાર દ્વારા અડાજણ ખાતે એસ.એમ.સી ચિલ્ડ્રન હોલ ખાતે સ્નેહમિલન મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રીતિભોજનનું પણ આયોજન કરાયું હતું. સમાજની વિવિધ પ્રવૃતિઓમાં દાન આપનાર દાતાશ્રીઓનુ પણ વિશેષ સન્માન કરાયું હતું.
સમાજના સર્વ પરિવારો પરસ્પર એકતાની ભાવનાથી જોડાય અને મજબૂત સંગઠન નિર્માણ થાય તેવા આશયથી છેલ્લા ૧૨ વર્ષથી સુરત સહિત અલગ-અલગ વિસ્તારોમાં સ્નેહમિલન યોજવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ પ્રહલાદભાઇ એસ. રાવળે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાંથી ૩૫૦થી વધુ રાવળ યોગી પરિવારો સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરો-નગરોમાં રોજગાર અર્થે સ્થાયી થયા છે. જેમની વચ્ચે સ્નેહ ભાવના વધે, સમાજ બંધુઓ એકબીજાથી પરિચિત થાય તેવા ઉમદા ઉદ્દેશથી દર વર્ષે સ્નેહમિલન યોજવામાં આવે છે. ઉપરાંત વર્ષ દરમિયાન રક્તદાન કેમ્પ, વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ, તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર અને સન્માન જેવા કાર્યક્રમ યોજાય છે. આ પ્રસંગે સમાજના ઉપપ્રમુખશ્રી વિરમભાઈ રાવળ, મંત્રીશ્રી નટુભાઈ જી. યોગી, દાતાશ્રી સંજયભાઈ જી. રાવળ અને સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજબંધુ ભાઈઓ-બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY