ભરૂચ કલેકટરને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી સાથે દિલ્હી પોલીસ દ્રારા ગેરવર્તુણ થયેલ તે બાબતે આવેદનપત્ર પાઠવ્યું

0
147

ભરૂચ:
દિલ્હીમાં ગત દિવસોમાં મુખ્ય સચિવ અશું પ્રકાશ સાથે થયેલ મારપીટના મામલે દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને દરોડા પાડી તપાસ કરી હતી.અને જણાવેલ કે મુખ્યમંત્રીના ઘરે સીસીટીવી ફૂટેજ લેવા માટે ગઈ હતી.અને પોલીસ અધિકારીઓ દ્રારા અહીંના લોકોને અજીબો ગરીબ સવાલો પૂછ્યા હતાં. જે અંગે આમ આદમી પાર્ટીના આગેવાનોએ દિલ્હી પોલીસ પર આક્ષેપ કર્યા હતા કે દિલ્હી પોલીસે અત્યાર સુધી જસ્ટિસ લોયાની મૃત્યુ અંગે શુ અમિત શાહની પૂછપરછ ન કરી શકે…? શુ અમિત શાહની કેન્દ્ર સરકાર તાપસ કરશે…? જે રીતે દિલ્હીના મુખ્યમંત્રી ની તાપસ કરી હતી.તે રીતે અમિત શાહની તપાસ થશે ખરી…? શુ માત્ર મોદી સરકારને માત્ર ને માત્ર દિલ્હીની રાજ્ય સરકાર જ દેખાય છે…? પાછલા ૩ વર્ષોમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્રારા દિલ્હીમાં જે રીતે વિકાસના કામો થયા છે તે આજ દિન સુધી થયા નથી.શું કેન્દ્ર સરકારને દિલ્હી રાજ્ય સરકાર પોતાની ઈમાનદારીથી કામો કરનાર ને કામો નથી કરવા દેવા માંગતી…?અને સારી રીતે કામો કરનાર દિલ્હી મુખ્યમંત્રીના અને વિદ્યાયકોને વારંવાર ખોટી રીતે હેરાન પરેશાન કરી તેઓના કામો કરવાના મનોબળો તોડવાની કોશિશ કેન્દ્ર સરકાર કરી છે. જે અંગે આજ રોજ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભરૂચ જિલ્લા સમાહર્તા સંદીપ સાંગ્લેને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY