નવસારીમાં આંગડિયા પેઢીના માણસ પાસે બે ઠગ ૧.૧૦લાખના હીરાનાં પેકેટ પડાવી ગયા

0
132

નવસારીના ટાટા હોલ પાસેથી પસાર થતા આંગડીયા પેઢીના માણસને રોકીને તમારી પાસે જુની નોટો છે અને અમે પોલીસના માણસો છીએ તેમ જણાવી પાર્સલો માંથી રૂ.૧.૧૦ લાખના હીરાના પેકેટો લઈ ગયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાય છે. નવસારીના સત્તાપીર નજીક આવેલ અંબાલાલ હરગોવન આંગડીયા પેઢીમાં કામ કરતા ડાહ્યા અંબાલાલ પટેલ રહે. શાંતાદેવી રોડ, બાલાજી કોમ્પ્લેક્ષ ચોથા માળે નવસારી સવારે આઠેક વાગ્યાના સુમારે આંગડીયાના પાર્સલો તથા ટપાલો આપવા સાયકલ પર નીકળ્યા હતા. આ દરમ્યાન ટાટા હોલ પાસે પહોંચતાં ત્યાં આશાપુરી મંદિર તરફના રસ્તેથી મોટરસાયકલ પર આવેલા બે પોલીસ જેવા માણસોએ તેને રોકીને તુમ્હારે પાસ પુરાની કરન્સી નોટ હૈ, ચેક કરનેકા હૈ તેમ કહીને તેની પાસેની ડિલિવરી કરવાની થેલી ચેક કરવા માંડ્યા હતા.
જો કે ડાહ્યાભાઈએ તેની પાસે કોઈ કરન્સી નથી અને માત્ર પાર્સલો જ છે તેમ કહેતા જ આ મો.સા. પર આવેલા બે અજાણ્યા શખ્સોએ કુલ ૧૦ પાર્સલો પૈકી છ પાર્સલો લઈને મો.સા. પર ફરાર થઈ ગયા હતા.
આ પાર્સલોમાં હીરાના પેકેટો કિં. રૂ.૧,૧૦,૦૦૦ના હોવાનું જણાતા ડાહ્યા પટેલે નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા પોસઈ કે.જે. ભોયે વધુ તપાસ કરી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY