મુંબઈ,તા.૧૧
દેશમાં ચાલી રહેલા ‘MeToo’ મૂવમેન્ટમાં એક બાદ એક નવાં નવાં ખુલાસા થઇ રહ્યાં છે. વધુ એક મહિલાએ તેની સાથે શારીરિક છેડતી અને યૌન દુર્વ્યવહારનો અનુભવ થયો હોવાની વાત જાહેર કરી છે. તો બોલિવૂડનાં ઘણાં કલાકારોએ આ મૂવમેન્ટમાં મહિલાઓનાં સપોર્ટમાં ઉતર્યા છે. આ ક્રમમાં આમિર ખાને એક મોટો નિર્ણય લીધો છે.
આમિર ખાને યૌન શોષણનાં આરોપી નિર્દેશક સુભાષ કપૂરની ફિલ્મ ‘મુઘલ’ છોડી દીધઈ છે. આ વિશે આમિર ખાનની પત્ની કિરણ રાવે ટ્વિટર પર એક મેસેજ લખ્યો છે.
આ મેસેજમાં યૌન શોષણ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની વાત કહેવામાં આવી છે. તેમણે કોઇપણ પ્રકારનાં યૌન શોષણની નિંદા કરતાં લખ્યુ છે કે, ક્રિએટિવ લોકો હોવાને કારણે અમે સામાજિક મામલાનો ઉકેલ લાવવા પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, આમિર ખાન પ્રોડક્શંન્સમાં હમેશા યૌન ઉત્પીડન પ્રત્યે ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવવામાં આવી છે.
આમિર ખાનની પત્નીનાં ટ્વિટર પર મેસેજ બાદ આરોપી નિર્દેશક સુભાષ કપૂરે કહ્યું કે, આ મામલો કોર્ટમાં વિચારાધીન છે. જ્યાં તે તેમની નિર્દોષતા સાબિત કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




