બોલિવુડના સંસ્કારી બાબુજી સામે પાંચમી મહિલાએ કર્યો યૌન શોષણનો આરોપ

0
64

મુંબઈ,તા.૧૧
જાતિય શોષણના આક્ષેપોથી ઘેરકાયેલા બોલિવુડના ‘સંસ્કારી બાબુજી’ આલોકનાથ પર વધુ એક અભિનેત્રીએ આક્ષેપ કર્યો છે. લેખિકા-પ્રોડ્યૂસર વિંતા નંદા બાદ ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ની એક ક્રૂ મેમ્બર, અભિનેત્રી સંધ્યા મૃદુલ અને નવનીત નિશાને પણ આક્ષેપો કર્યા હતા. હવે વધુ એક આક્ષેપ સિનિયર એક્ટર પર થયો છે.
અભિનેક્ષી દીપિકા અમીને આલોક નાથ પર જાતિય સતામણીનો આક્ષેપ કર્યો છે. દીપિકાએ સોશ્યલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો. થોડા કેટલાક દિવસોથી અભિનેત્રીઓ તેમજ અન્ય ક્ષેત્રે રહેલી મહિલાઓએ જાતિય સતામણી કરાઈ હોવાની ફરિયાદો ઈંસ્ી્‌ર્ર્ હેઠળ કરી રહી છે. આલોકનાથ ઉપરાંત વિકાસ બહલ, નાના પાટેકર, રજત કપૂર સહિતના કેટલાય મોટા માથાઓના નામ જાતિય સતામણીમાં ખુલ્યા છે.
દીપિકાએ આક્ષેપ કરતા જણાવ્યું કે, ‘ઈન્ડસ્ટ્રીમાં તમામ લોકો જાણે છે કે આલોકનાથ એક એવા દારૂડિયા વ્યક્તિ છે જે મહિલાઓનું શોષણ કરે છે. થોડા વર્ષ અગાઉ એક ટેલિફિલ્મના આઉટડોર શૂટ દરમિયાન તેમણે જબરજસ્તી મારા રૂમમાં ઘૂસવા પ્રયાસ કર્યો હતો. મહિલાઓને જાઈને તે લાળ ટપકાવવા લાગે છે, તે દારૂનું સેવન કરે છે અને પછી મોટા કાંડ કરે છે. હું સલામત રહું તે સુનિશ્ચિત કરવા માટે સમગ્ર યુનિટ મને ઘેરીને રાખતી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY