મુંબઈ,તા.૨૨
સન્ની દેઓલ અને આમિર ખાનનો ફરી આમનો સામનો થઇ રહ્યો છે. આ પહેલા જ્યારે પણ આમિર સન્ની બોક્સઓફિસ પર ટકરાયા છે ત્યારે કરોડોની કમાણી કરી છે.
વાત કરીએ ફિલ્મ દિલ સામે રિલીઝ થયેલા ઘાતકની કે પછી ગદર સામે રિલીઝ થયેલી લગાન ફિલ્મની. આ બંન્ને અભિનેતાઓની ફિલ્મોએ કરોડોની કમાણી કરી છે. પણ હવે કદાચ સન્ની દેઓલનું જે પ્રકારનું સ્ટારડમ છે તે જાતા તેણે આમિર ખાન સામે ટક્કર ન લેવી જાઇએ.
મોટાભાગે દેશભક્તિ અને એક્શનની ફિલ્મો કરવા માટે જાણીતા, સન્ની દેઓલે આ વખતે છેલ્લા કેટલાય સમયથી સેન્સર બોર્ડની પાઇપલાઇનમાં ફસાયેલી ફિલ્મ મહોલ્લા અસ્સીને રિલીઝ કરી છે. ૧૬ નવેમ્બરે રિલીઝ થવા જઇ રહેલી મોહલ્લા અસ્સી હવે ક્યાંયની નહી રહે તે તો પાક્કુ છે, કારણ કે ૨૦૧૫માં જ આ ફિલ્મ ઓનલાઇન લીક થઇ ગઇ હતી.
ફિલ્મ રિલીઝ થઇ રહી છે ક્રિટિકલી અને કમાણીના કિંગ ગણાતા આમિર ખાનની સામે. આમિર ખાનની ફિલ્મ ૮ નવેમ્બરે રિલીઝ થશે જે પછી એક મહિના સુધી થીએટરોમાં આમિરનું વર્ચસ્વ હશે, પરંતુ એક અઠવાડિયા પછી સન્ની દેઓલ પોતાની ફિલ્મ રિલીઝ કરી રહ્યો છે, જે કદાચ સન્ની માટે જ મુસીબત બનવાની છે.
મોટાભાગે આમિર ખાનની ફિલ્મ સામે કોઇ સ્ટાર પોતાની કેટલી પણ મોટી ફિલ્મો હોય રિલીઝ નથી કરતો. તેના આગામી એક વીક પહેલા કે બે વીક સુધી રિલીઝ કરવામાં નથી આવતી. કારણ કે છેલ્લા એક દાયકાથી આમિર ખાને વર્ષે એક ફિલ્મ કરી બોક્સઓફિસ પર પોતાનો હિટ ચાર્મ જાળવી રાખ્યો છે, તે જાતા સન્ની દેઓલને પસ્તાવાનો વારો આવશે. પરંતુ હવે જે થવું હશે તે થશે, પણ જીત તો આમિરની જ પાક્કી માનવામાં આવી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




