ઈરાનમાં સેનાની પરેડ પર આતંકી હુમલો, ૨૪ જવાનોનાં મોત, ૫૩થી વધુ ઘાયલ

0
16

તહેરાન,તા.૨૨
ઈરાનમાં શનિવારે સવારે સેનાની પરેડમાં આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પહેલા આઠ જવાનોની મોત અને ૨૦થી વધારે લોકો ઘાયલ થયાના સમાચાર હતાં પરંતુ હાલ મળતી જાણકારી પ્રમાણે ૨૪ જવાનોનાં મોત થયા છે જ્યારે ૫૩થી વધુ જવાનો ધાયલ છે.
ઘાયલોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હજી સુધી આ હુમલાની જવાબદારી કોઇએ લીધી નથી.
જાણકારી પ્રમાણે ઈરાનમાં શનિવારે સવારે સેનાની પરેડ ચાલી રહી હતી. આ દરમિયાન બે આતંકી સેનાની વરદી પહેરીને મોટરસાયકલ પર ત્યાં પહોંચ્યા અને ગોળીઓ ચલાવવા લાગ્યા.
આ ગોળબારીમાં આઠ જવાનોની મોત થઇ ગઇ છે. પોલીસનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.
આતંકવાદીઓના એક સમૂહે અહવાઝ શહેરમાં પરેડ પર હુમલો કર્યો છે. આ પરેડ સદ્દામ હુસેનના ઈરાકમાં ૧૯૮૦માં શરૂ થયેલ યુદ્ધની યાદમાં આયોજીત કરવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY