નિર્ભયા ટીમને મળેલી માહિતી ના આધારે સ્કૂલ છૂટ્યા બાદ છોકરીઓની મસ્કરી કરતા ચાર રોમિયો ને પકડવા વોચ રાખી ઝડપી પડ્યા બાદ માફીપત્ર લખાવ્યું
રાજપીપળા: નર્મદા જિલ્લા પોલીસ વડા એ જિલ્લા માં રોમિયોગીરી કરતા તત્વો ને નાથવા એક ખાસ નિર્ભયા સ્કોડ ની રચના કરી છે જેના કારણે હાલ ઘણા સમય થી જિલ્લા ની શાળા કોલેજો માં અભ્યાસ કરતી છોકરીયો ની સલામતી મજબૂત થઈ છે ત્યારે ગતરોજ નાંદોદ તાલુકાના આમલેથા ગામની નૂતન જ્યોતિ હાઈસ્કૂલ માં અભ્યાસ કરતી છોકરીઓને ગામના કેટલાક છોકરાઓ સ્કૂલ છૂટ્યા બાદ પજવતા હોવાની માહિતી નિર્ભય ટીમના પી એસ કે કે પાઠક ને મળતા અમને આજે આ માટે નિર્ભયા ટિમ સાથે આ સ્કૂલ પાસે વોચ રાખી ત્યારે ચાર રોમિયો સ્કૂલ છુટતાજ ત્યાં પજવણી કરતા રંગે હાથ ઝડપાઇ જતા ચારેય ને આમલેથા પોલીસ સ્ટેશને લઈ જેઇ એમના વાલીઓ ને બોલાવી ઠપકો આપી તમામ પાસે વાલીની હાજરીમાં માફી પત્ર લખાવી હવે પછી આમ ન કરવાની કડક સૂચના આપતા રોમિયો ને બરાબર સબક મળ્યો હતો .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




