આનંદ ગાંધી વિજ્ઞાનકથા પર આધારિત ફિલ્મ બનાવશે

0
9

મુંબઈ,તા.૬
નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ સર્જક આનંદ ગાંધીએે એવી જાહેરાત કરી હતી કે મારી આગામી ફિલ્મ એક વિજ્ઞાનકથા પર આધારિત હશે.
અગાઉ શીપ આૅફ થેસિયસ, તુંબડ જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ બિરદાવાયેલી ફિલ્મો આપનારા આનંદ ગાંધી પરંપરાગત મસાલા મનોરંજક ફિલ્મો કરતાં અલગ પ્રકારની ફિલ્મો બનાવવા માટે પંકાયેલા છે. ૨૦૧૭માં આનંદે દિલ્હીના હાલના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમના આપ પક્ષની કથાને વર્ણવતી ફિલ્મ એન ઇનસિગ્નીફિકન્ટ મેન બનાવી અને રજૂ કરી હતી. એમાં કેજરીવાલ અને તેમની સાથોસાથ આપ પક્ષે કરેલી પ્રગતિની વાત વણી લીધી હતી. તુંબડના નિર્માતા અને ક્રિયેટિવ ડાયરેક્ટર આનંદ ગાંધી છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે વિજ્ઞાનકથા પર આધારિત ફિલ્મ બનાવવા માટે અમે સલાહકાર તરીકે એક આગેવાન વિજ્ઞાનીની મદદ પણ લીધી છે. એ અમારા દરેક તબક્કે સલાહકાર નિષ્ણાત તરીકે અમારી સાથે હશે.
આનંદના પ્રવક્તાએ વધુ માહિતી આપતાં કહ્યું કે આ ફિલ્મ ઇંગ્લીશ ભાષામાં બનશે અને એ ડિસેંબરમાં ફ્લોર પર જવાની શક્્યતા છે. આથી વધુ માહિતી હાલ અમે તમને આપી શકીએ એમ નથી. વેઇટ એન્ડ વાચ.
હાલ આનંદ જે ફિલ્મના સહલેખક છે એ ફિલ્મ હેલિકોપ્ટર ઇલા રજૂ થઇ છે જેમાં કાજાલે એક સિંગલ મધરની ભૂમિકા કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY