ન્યુ દિલ્હી,તા.૧૫
જીએસટી દ્વારા અપ્રત્યક્ષ કર વ્યવસ્થામાં સુધારો લાવી ચૂકેલી સરકાર ઠીક એક વર્ષ બાદ પ્રત્યક્ષ કર સંહિતામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. તેના દ્વારા નાના કરદાતાઓ અને ઉદ્યોગોને કરના મારમાંથી રાહત મળશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નવી પ્રત્યક્ષ કર સંહિતાનો ડ્રાફટ જૂલાઈ સુધીમાં તૈયાર થઈ જશે. તેના દ્વારા નાના કરદાતાઓને રાહત આપવાની તૈયારી છે. છેલ્લા થોડા વર્ષોમાં કર માળખામાં મોટો ફેરફાર થયો નથી અને કરમુક્ત સીમા અઢી લાખ પિયા ઉપર જ અટકેલી છે. જો કે આવકવેરાના ઉચ્ચત્તમ સ્લેબ ૩૦ ટકામાં ફેરફારના કોઈ સંકેત નથી કેમ કે અન્ય દેશોના મુકાબલે તે નીચલા સ્તરે જ છે.
સરકારનું માનવું છે કે કરમાં ફેરફારથી મહેસૂલ અથવા કર સંગ્રહ પર કોઈ અસર નહીં પડે. કર દરોમાં ઘટાડાથી ટેક્સ ચોરી અને વિવાદ પણ ઓછો થશે. ઉલ્લેખનીય છે કે સરકારનો દાવો હતો કે ૨૦૧૬માં નોટબંધી અને ૨૦૧૭માં જીએસટી બાદ કરદાતાઓની સંખ્યામાં મહત્વના સુધારા થયા છે. મોદી સરકારના છેલ્લા ચાર વર્ષમાં રિટર્ન દાખલ કરનારાઓની સંખ્યા પણ ૮૦ ટકા વધીને ૬.૮૪ કરોડ થઈ ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે જીએસટી અને કોર્પોરેટ ટેક્સ રિટર્નની ફાઈલિંગથી મહેસૂલમાં ઘટાડો દેખાડવો અત્યંત મુશ્કેલ બની ગયો છે.
નિષ્ણાતોનું કહેવું છે કે સરકારે લઘુ ઉદ્યોગો માટે ૨૫ ટકા કર રાખ્યો છે પરંતુ તમામ કાયદા અને શરતોને કારણે મોટાભાગના લોકોને લાભ મળી શકતો નથી. આવામાં પ્રત્યક્ષ કરસંહિતાથી સ્પષ્ટતા આવશે. માહેશ્ર્વરી એન્ડ એસોસિએટસના ભાગીદાર અમિત માહેશ્ર્વરીના જણાવ્યા અનુસાર મોટાભાગના વિકસીત દેશોમાં આવકવેરા દર ઉંચા રહે છે જ્યારે રોકાણ અને રોજગારને પ્રોત્સાહન આપવા માટે કંપ્ની કર ઓછો રહે છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"