અમદાવાદ,
તા.૧/૫/૨૦૧૮
સભ્ય સમાજને સર્મસાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સાવકા પિતા દ્વારા સાવકી પુત્રી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે અવી છે. સમાજમાં દુષણ ફેલાવનારી આ ઘટના અમદાવાદનાં સેટેલાઇટ વિસ્તારની છે. જ્યાં એક સાવકા પિતા દ્વારા સાવકી દીકરીને પીંખી નાંખવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સેટેલાઇટના એક નરાધમ પિતાએ પોતાની સાવકી પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ દુષ્કર્મ દરમિયાન તેને ગર્ભવતી પણ બનાવી હતી. આ સમગ્ર ઘટના સેટેલાઇટ પોલીસ સ્ટેશને આવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. સાવકી દીકરીએ પોતાની માતા અને સાવકા પિતા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પીડિત યુવતી પોતાના માતા-પિતા સાથે સાણંદ રહેતી હતી. જાકે યુવતીના માતા-પિતા વચ્ચે તાલમેલ ન આવતા તેઓ અલગ થઇ ગયા હતા દરમિયાન યુવતીની માતાએ બીજે લગ્ન કર્યા હતાં અને યુવતી તેમની સાથે સેટેલાઇટ રહેવા આવી હતી. દરમિયાન સાવકા પિતાએ જ પોતાની સાવકી દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેને ગર્ભવતી બનાવી હતી. આ બનાવમાં જ્યારે પીડિતાએ એક મૃત બાળકને જન્મ આપ્યો ત્યારે આ સમગ્ર ઘટના સામે હતી. આ ઘટનામાં પીડિતાની માતાની ભૂમિકામાં પણ શંકાસ્પદ નજર આવી રહી છે.
પોલીસે હાલમાં સાવકા પિતાની ધરપકડ કરી લીધી છે. હાલમાં સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો દોર શરૂ કરી દીધો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






