કુલગામ,તા.૨૧
કુલગામ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટરમાં સેનાના બે જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું છે કે કુલગામના લર્રુ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન અજાણ્યા લોકો દ્વારા ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં સેના અને સુરક્ષાદળોએ મોરચો સંભાળતા વળતી કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહીમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે.
જા કે કુલગામ ખાતે સેના અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં સેનાના બે જવાનો ઘાયલ થયા છે. આમાના એક જવાનની હાલત ગંભીર છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના લર્રુ વિસ્તારમાં આવેલા મકાનમાં ચારથી પાંચ આતંકવાદીઓ છૂપાયેલા હોવાના અહેવાલ હતા. સેના દ્વારા આખા વિસ્તારની નાકાબંધી કરવામાં આવી છે.
સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીઓની રમઝટ ચાલી રહી હતી. ફાયરિંગ દરમિયાન ઘાયલ થયેલા બંને જવાનોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સેનાએ આગમચેતીના પગલાના ભાગરૂપે વાહનવ્યવહારને અટકાવી દીધો છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં સેનાની સાથેના એન્કાઉન્ટરમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પીએચડીના સ્ટૂડન્ટમાંથી આતંકી બનેલા મન્નાન વાનીને ઠાર કર્યો હતો. આતંકી મન્નાન વાનીના એન્કાઉન્ટર બાદ અહીં આતંકી ઘટનાઓમાં વધારો થયો છે.
મળતી માહિતી પ્રમાણે અથડામણ બાદ હિંસક પ્રદર્શનની આશંકાઓને જાતા આ વિસ્તારમાં પોલીસ અને સીઆરપીએફની વધુ ટીમોને તૈનાત કરાયું છે. લારનૂ વિસ્તારમાં ચાલી રહેલ અથડામણને ધ્યાનમાં રાખતા કુલગામ જિલ્લામાં ઇન્ટરનેટ સર્વિસીસને આંશિક રીતે પ્રતિબંધ મૂકી દેવાયો છે. આપને જણાવી દઇએ કે આતંકીઓની વિરૂદ્ધ દક્ષિણ કાશ્મીરમાં આ ઓપરેશન એ સમયે શરૂ થયું છે, જ્યારે રાજ્યમાં એક દિવસ પહેલાં જ સ્થાનિક ચૂંટણીના પરિણામો જાહેર થયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



