અમૃતસર ટ્રેન દુર્ઘટના : ડ્રાઇવરે કહ્યું- ‘મેં બ્રેક મારી હતી પરંતુ ટ્રેન રોકાઇ નહીં’

0
10

ગાંધીનગર,તા.૨૧
અમૃતસરમાં દશેરા ઉત્સવ દરમિયાન થયેલા રેલવે દુર્ઘટનામાં ૬૧ લોકોના મોત થયા પછી જીઆરપીએ આ અંગે એફઆઇઆર નોંધાવી છે. જીઆરપીએ ઘટના સમયે ટ્રેન ચલાવી રહેલા ડ્રાઇવર અરવિંદ કુમારની પૂછપરછ કરી હતી. કુમારે જણાવ્યું હતું કે, તેમણે ઇમરજેન્સી બ્રેક લગાવી હતી. પરંતુ ટ્રેન રોકાઇ ન્હોતી અને ગુસ્સામાં આવેલા લોકો ટ્રેન ઉપર પથ્થર ફેંકવા લાગ્યા હતા.
રેલવે પ્રશાસને આપેલા લેખિત નિવેદનમાં અરવિંદ કુમારે કહ્યું હતું કે, જ્યારે ટ્રેક પાસે લોકો દેખાયા ત્યારે તેણે ઇમરજેન્સી બ્રેક લગાવી હતી. સતત હોર્ન વગાડ્યો હતો. રિપોર્ટ પ્રમાણે કુમારે કહ્યું હતું કે, “ઇમરજન્સી બ્રેગ લગાવવા છતાં પણ ટ્રેન રોકાઇ ન્હોતી. અનેક લોકો ટ્રેનના નીચે આવી ગયા હતા. ટ્રેન રોકાવાની હતી કે મોટી સંખ્યામાં લોકો પથ્થર ફેંકવા લાગ્યા હતા. જેનાથી યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેં ટ્રેનને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો.”
આ મામલામાં જીઆરપીએ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૪, ૩-૪ એ અને ૩૩૮ અંતર્ગત મામલો નોંધાવ્યો હતો. અમૃતસર પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં વોર્ડ નંબર ૨૯થી હાજર કોર્પોરેટર વિજય મેદાનના ઘર ઉપર હુમલા પછી પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ઘટના પહેલા કાર્યક્રમ સ્થળ ઉપર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે કોંગ્રેસના નેત્રી અને પૂર્વ સાંસદ નવજા કૌર સિધ્ધુ દેખાઇ રહી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY