આપઘાત કરવા નીકળેલી શિક્ષિકાને મોબાઇલ ટ્રેસ કરીને બચાવી લેવાઇ

0
85

વલસાડ:
વલસાડમાં તાજેતરમાં જ એક શિક્ષિકાએ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો હતો. આ ઘટના હજી તાજી જ છે, ત્યારે વધુ એક શિક્ષિકા જીવનનો અંત લાવવા માટે રેલવે ટ્રેક પર પહોંચી ગઇ હતી. જોકે, તેનો મોબાઇલ નંબર ટ્રેસ કરી વલસાડ રેલવે પોલીસે તેને બચાવી લીધી હતી. વલસાડની એક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાનો પતિ સાથે ઝગડો થયો હતો. જેના પગલે તેણી ઘરેથી ચાલી નિકળી હતી. અને વલસાડમાં રેલવે ટ્રેક પાસે પોતાનું મોપેડ મુકી દીધું હતું. આપઘાતનો ઇરોદો લઇ નિકળી ત્યારે તેણે પતિને ફોન કરી એકલા જીવન જીવવા જણાવી દીધું હતુ. જેને લઇ પતિને અજુગતું લાગતા પત્નીની શોધખોળ આદરી હતી. અને સોથી પહેલાં વલસાડ સિટી પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યારબાદ પત્નીનું મોપેડ રેલવે ટ્રેક નજીક મળતાં તે રેલવે પોલીસ પાસે પહોંચ્યો હતો. જ્યાં પત્નીનો મોબાઇલ નંબર જણાવ્યો હતો. રેલવે પોલીસે તાબડતોબ મોબાઇલ નંબપ ટ્રેસ કરાવ્યો હતો. બીજી તરફ તેનો પતિ વલસાડ જિલ્લાની હદમાં રેલવે ટ્રેક પર પત્નીને શોધી રહ્યો હતો. દરમિયાન પત્નીનો નંબર સુરતમાં હોવાનું જણાતાં પોલીસે પતિને તેનું લોકેશન આપ્યું હતુ. જેના પગલે પતિ સુરત પહોંચી ગયો અને પત્નીને ત્યાંથી ફરી લઇ આવ્યો હતો. આપઘાતની વાત કરનારી મહિલાએ તાત્કાલિક આપઘાત ન કરી પતિને ફોન કર્યો હતો. ત્યારબાદ પણ તે મુઝવણમાં જ રહી હતી. આ સમય દરમિયાન રેલવે પોલીસ સાથે તેના પતિએ તેને સુરત સ્ટેશન નજીકથી શોધી કાઢી હતી અને તેઓ વલસાડ રિટર્ન થયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY