નિષ્ફળતા જેવો શ્રેષ્ઠ શિક્ષક બીજા કોઇ નથીઃ સાકીબ સલીમ

0
17

મુંબઈ,તા.૩૧
અભિનેતા સાકીબ સલીમે કહ્યું હતું કે સફળ થવા પહેલાં માણસે નિષ્ફળ થવાની તૈયારી રાખવી પડે છે. નિષ્ફળતા જીરવતાં શીખી જઇને પછી સફળતા મળે ત્યારે એ ખૂબ મીઠ્ઠી લાગે છે.
‘નિષ્ફળતા જેવો શ્રેષ્ઠ શિક્ષક બીજા કોઇ નથી. નિષ્ફળતા તમને ઘણું શીખવે છે અને તમારી સાચી પ્રતિભાને બહાર લાવે છે. એજ જીવનની ઘટમાળ છે. અલબત્ત, નિષ્ફળતાથી દુઃખ થાય છે. પરંતુ એ તમને અમૂલ્ય પાઠ શીખવી જાય છે.મારી પોતાની વાત કરું તો સતત નિષ્ફળતા વચ્ચે મેં મારા પ્રયાસો છોડયા નહીં અને સતત પ્રયાસો ચાલુ રાખ્યા. પરિણામે મને જે સફળતા મળી એ અત્યંત મીઠી હતી એવો અહેસાસ મને થયો’ એવું સાકીબે કહ્યું હતું.
ચંડીગઢમાં ટેડેક્સ ઇવેન્ટમાં સહભાગી થતાં એ બોલી રહ્યો હતો. ૨૦૧૧માં મુઝ સે ફ્રેન્ડશીપ કરોગે ફિલ્મથી કારકિર્દી શરૃ કરનારા સાકીબે મેરે ડેડ કી મારુતિ અને ઢિશૂમ જેવી કેટલીક સરસ ફિલ્મો આપી હતી. એણે પોતાના સંઘર્ષની કહાણી વિગતવાર રજૂ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY