કામરેજના ખોલવડમાં એકસાથે ત્રણ ગાય સહિત નવ ગૌવંશના ભેદી મોત

0
193

કામરેજ:
કામરેજ તાલુકાના ખોલવડ ગામ્જ ગોકુલનગર અને ભરવાડવાસ નજીક અલગ અલગ જગ્યાએ રાત્રિના સમયે ૩ ગાય અને ૬ આખલા મળી ૯ ગૌવંશના શંકાસ્પદ મોત થતાં સરપંચે પોલીસ અને વહીવટીતંત્રને જાણ કરી કાર્યવાહી કરી હતી. વેટરનરી તબીબોએ પીએમ કર્યા બાદ પ્રાથમિક તબક્કે ગૌવંશના ખોરાકી ઝેરની અસરથી મોત થયા હોવાની શંકા સાથે વીસેરા લીધા હતા. ખોલવડ ગામે આજે સવારના સમયે રખડતા ઢોરો પૈકી ૯ ગૌવંશના અલગ અલગ જગ્યાએ મોત થયા હોવાની સરપંચ હારૂન તૈલીને જાણ થઇ હતી. ખોલવડ ગામે ગોકુલનગર, ખેતીવાડી ફાર્મ વિસ્તાર, ભરવાડવાસમાં ૩ ગાય અને ૬ આખલાના મરણ થયેલા હતા. ગૌવંશના અચાનક ભેદી મોતને પગલે સરપંચ દોડી જતાં લોકટોળા ભેગા થયા હતા. સરપંચ હારૃન તૈલીએ તાલુકા વિકાસ અધિકારી, વેટરનરી ડોકટર અને પોલીસને જાણ કરી હતી. પોલીસે જાણવાજોગ નોંધ કરી તમામ ૯ ગૌવંશના મોત અંગે વેટરનરી તબીબ પાસે પીએમની કાર્યવાહી કરાવી હતી. ગૌવંશના મોત પ્રાથમિક તબક્કે ખોરાકી ઝેરથી થયા હોવાનું જણાવવા સાથે તબીબે વીસેરા લઇ જરૃરી કાર્યવાહી શરૃ કરી ચે. તમામ ૯ ગૌવંશ રખડતા ઢોરો પૈકીના હોય માલિકી નક્કી થઇ શકી ન હતી. કામરેજ પોલીસે જાણવાજોગ નોંધ કરી જરૃરી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY