પંજાબમાં ‘આપ’ને ફટકો ; એક સાથે ૧૬ નેતાઓએ રાજીનામા આપ્યા

0
51

ચંડીગઢ,તા.૧૬
પંજાબમાં આમ આદમી પાર્ટીને જારદાર ફટકો પડ્યો છે. પાર્ટીમાં કુલ ૧૬ નેતાએ સોમવારે પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે. સામૂહિક રાજીનામા આપનારા નેતાઓમાં ૫ જિલ્લા અધ્યક્ષ, ૬ રીજનલ ઈનચાર્જ અને ૨ જનરલ સેક્રેટરીનો સમાવેશ થાય છે.
ચંદીગઢના ૧૬ નેતાઓએ પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબ પાર્ટીના ઈનચાર્જ મનીષ સિસોદિયાએ પોતાનુ રાજીનામુ આપી દીધુ છે. આ બધા રાજીનામા મંજૂર થયા છે કે નહી તેના વિશે હજુ સુધી કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. જાકે તેનાથી કેજરીવાલને મોટો ફટકો પડ્યો છે.
આપ છોડનારા નેતાઓએ કેજરીવાલને મોકલેલા રાજીનામા ડા. બલબીર સિંહ ગુટ પર સરમુખત્યારશાહી વલણનો આરોપ લગાવ્યો છે. તેમાંથી સૌથી વધુ નેતા સુખપાલ ખૈરા સાથે જાડાયેલા છે. સામૂહિક રાજીનામામાં આ નેતાઓએ ડા. બલબીર સિંહ પર કેટલાક નેતાઓએ મનમાની રીતે બહાર કાઢવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
પંજાબ ‘આપ’ માં આ નેતાઓનું બગાવતી વર્તન ત્યારે સામે આવ્યું, જ્યારે પટિયાલા ગ્રામીણના અધ્યક્ષ જ્ઞાન સિંહને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તેના પછી ધીરે ધીરે તેમના અસલી ચહેરા સામે આવ્યા.
બળવાખોર નેતાઓ અનુસાર, જ્યારથી પાર્ટીની શરૂઆત થઈ, ત્યારથી તે પાર્ટીમાં નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા હતા પરંતુ તાજેતરમાં બનેલી અમુક ઘટનાઓને કારણે રાજ્યમાં પાર્ટી પર જાખમ ઉભુ થયુ છે. આ સંકટના કારણે પાર્ટીના ભાગલા પડે તેવી સંભાવના છે. તેમજ નેતાઓએ પાર્ટીમાં ફેરફાર કરવાની પણ સલાહ આપી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY