અફઘાનિસ્તાનમાં આતંકના કારણે છ જ મહિનામાં રેકોર્ડબ્રેક ૧,૬૯૨ નાગરિકના મૃત્યુ

0
55

કાબૂલ,તા.૧૬
અફઘાનિસ્તાનમાં આતંકવાદના કારણે ૨૦૧૮ના પહેલાં છ મહિનામાં જ રેકોર્ડ બ્રેક ૧,૬૯૨ નાગરિકના મૃત્યુ થયા છે. યુનાઈટેડ નેશન્સે દુનિયાના વિવિધ દેશના લશ્કરની મદદથી અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રયાસો શરૃ કર્યા એ પછીનો આ સૌથી મોટી જાનહાનિ છે. ૨૦૧૭માં આખા વર્ષ દરમિયાન પણ આટલા બધા નાગરિકોના મૃત્યુ નહોતા થયા. આ આંકડો ગયા વર્ષથી પણ એક ટકા વધારે છે.
આ વર્ષે અફઘાનિસ્તાનમાં તાલીબાનો અને અન્ય આતંકવાદી સંગઠનો સામેની લડાઈમાં ૩,૪૩૦ નાગરિક ઘાયલ થયાનું પણ નોંધાયું છે. જાકે, ઈજાગ્રસ્તોની સંખ્યા ગયા વર્ષ કરતા પાંચ ટકા ઓછી છે. આ અહેવાલ પ્રસિદ્ધ થયાના થોડા જ કલાક પછી એક આત્મઘાતી હુમલાખોરે કાબૂલની સરકારી કચેરીમાં જાતને ફૂંકી મારી હતી, જેમાં સાત લોકોના મૃત્યુ થયા હતા અને ૧૫થી વધુ ઘાયલ થયા હતા.
અફઘાનિસ્તાનમાં એક જ વર્ષમાં ૧,૪૧૩ આતંકીએ આત્મઘાતી હુમલા કર્યા છે, જેમાં સેના-પોલીસના જવાનો સહિત કુલ ૪૨૭ લોકોના મોત થયા છે અને ૯૮૬થી પણ વધુને ગંભીર ઇજા થઇ છે. આ આંકડા ગયા વર્ષ કરતા ૨૨ ટકા વધારે છે. જો આ જ રીતે હુમલા ચાલુ રહેશે તો ૨૦૧૮નું વર્ષ ૨૦૧૭નો ૨,૩૦૦ નાગરિકના મૃત્યુનો આંકડો વટાવી દેશે.
હજુ ગયા મહિને જ અફઘાનિસ્તાન સેના અને તાલીબાનોએ ઐતિહાસિક શસ્ત્રવિરામનો કરાર કર્યો હતો. આ કરારનો બંને તરફથી અમલ કરાઈ રહ્યો છે. અફઘાનિસ્તાનમાં છેલ્લા ૧૭ વર્ષથી તાલીબાનો અને સેના વચ્ચે જંગ ચાલી રહ્યો છે. અફઘાન સેનાને અમેરિકા સહિતના દેશોનું પીઠબળ હોવા છતાં તાલીબાનોનો સંપૂર્ણ સફાયો કરી શકાયો નથી.
છેલ્લાં થોડા સમયથી તાલીબાનોના જંગમાં ઇસ્લામિક સ્ટેટ પણ ઝંપલાવ્યું છે. તાલીબાનો અને સેના વચ્ચે થયેલા શસ્ત્રવિરામના કરાર સાથે આઈએસને કોઈ લેવાદેવા નથી, જેથી હાલમાં જ તેમણે પૂર્વીય પ્રાંતોમાં હુમલા કર્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY