ફેસબુક ‘એડ વોઈસ ક્લિપ’ નામથી એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ ફોટો અને વિડીયોની જેમ જ એક નાની વોઈસ ક્લિપ રેકોર્ડ કરીને તેને પોતાના સ્ટેટસ પર શેર કરી શકે છે. હાલમાં ભારતમાં તેનું ટેસ્ટીંગ કરાઈ રહ્યું છે. હાલમાં ફેસબુક વોઈસ બેઝ્ડ ફીચર્સ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ પહેલા માહિતી મળી હતી કે કંપની Fiona અને Aloha નામથી સ્માર્ટ હોમ સ્પીકર પર પણ કામ કરી રહી છે, જેને સંભવતઃ જુલાઈમાં લોન્ચ કરી શકાય છે.
ભારતમાં તેનું ટેસ્ટિંગ કરવા માટે કંપનીએ કેટલાક પસંદગીના યુઝર્સ સિલેક્ટ કર્યા છે અને સૌથી પહેલા તેને એક ભારતીય યુઝરે જ સ્પોટ કર્યું છે. વોઈસ ક્લિપનું ઓપ્શન સ્ટેટસ અપડેટ દરમિયાન મળતા તમામ ફીચર્સની સાથે જ મળશે. ફેસબુકના પ્રવક્તાએ એક ટૅક વેબસાઈટને જણાવ્યું કે, અમે સતત એવા પ્રયાસો કરી રહ્યા છીએ કે લોકો પોતાના મિત્રો અને સંબંધીઓને એવા માધ્યમ દ્વારા જોડાય જે તેમને સૌથી વધારે સારું લાગે છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"